Get The App

'નીતિશ મુખ્યમંત્રી થે, હૈ ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
'નીતિશ મુખ્યમંત્રી થે, હૈ ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ 1 - image


Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં NDA ભલે જીત તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડ (JDU) દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક હરકતથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. JDUએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સ્પષ્ટપણે કહ્યું હતું કે 'નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે' પરંતુ થોડી જ વારમાં આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી.

'નીતિશ મુખ્યમંત્રી થે, હૈ ઔર રહેંગે...' JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ 2 - image

JDUની પોસ્ટ અને પછી ડિલીટ

મતગણતરીના વલણોમાં નીતિશ કુમાર ફરી એકવાર જીત તરફ આગળ વધી રહ્યા છે અને તેમનો પક્ષ JDU લગભગ 81 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. આ દરમિયાન JDU તરફથી આ સંદેશ પોસ્ટ કરવામાં આવી હતી. JDUએ નીતિશ કુમારનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું, 'ના ભૂતો ના ભવિષ્યતિ... નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.' થોડીવાર પછી આ પોસ્ટ ડીલીટ થતાં ગઠબંધનના ભવિષ્ય અને મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. અગાઉ એક સમર્થકે પટણામાં પાર્ટીના મુખ્યાલયની સામે એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું, 'ટાઈગર અભી જિંદા હૈ.'



'કમજોર કડી'ની છાપ દૂર થઈ

ચૂંટણી પહેલાં વિપક્ષે નીતિશ કુમારની તબિયત અને માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું હોવાની અફવાઓ ફેલાવીને તેમને 'કમજોર કડી' તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચૂંટણી પ્રચારમાં તેમની સક્રિયતાએ આ અફવાઓને ખોટી સાબિત કરી દીધી. JDUનું ભાજપ કરતાં વધુ બેઠકો પર આગળ રહેવું એ વાતનો પુરાવો છે કે સત્તા વિરોધી લહેરની વાતો વચ્ચે પણ બિહારના મતદારોનો વિશ્વાસ 'સુશાસન બાબુ' પર અકબંધ છે.

મતદાન પૂર્ણ થયા પછી તેમની સક્રિય દેખાવે NDA છાવણીને એક અલગ સંદેશ આપ્યો છે કે નીતિશ કુમાર હવે ફરીથી મુખ્યમંત્રી બનવાના માર્ગે છે. જો કે, JDU દ્વારા આ પોસ્ટ ડીલીટ કરવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાએ રાજકીય ગલિયારાઓમાં સંવાદનો વિષય ચોક્કસપણે બનાવ્યો છે.

Tags :