India

બિહારમાં NDAની ધમાકેદાર જીતની ભવિષ્યવાણી કરનાર આ એક્ઝિટ પોલ સચોટ સાબિત થયા

By GS TEAM
14 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. બપોરે દોઢ વાગ્યા સુધીના ડેટા મુજબ, NDA ગઠબંધન 200 બેઠકોના આંકડાની નજીક પહોંચી ગયું છે, જ્યારે મહાગઠબંધન માત્ર 41 બેઠકો પર જ આગળ ચાલી રહ્યું છે. રાજ્યમાં NDA ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલી ભાજપે 90 બેઠકો મેળવી છે, જે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં NDAની ધમાકેદાર જીતની ભવિષ્યવાણી કરનાર આ એક્ઝિટ પોલ સચોટ સાબિત થયા

Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. બપોરે દોઢ વાગ્યા સુધીના ડેટા મુજબ, NDA ગઠબંધન 200 બેઠકોના આંકડાની નજીક પહોંચી ગયું છે, જ્યારે મહાગઠબંધન માત્ર 41 બેઠકો પર જ આગળ ચાલી રહ્યું છે. રાજ્યમાં NDA ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલી ભાજપે 90 બેઠકો મેળવી છે, જે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એક સિવાય મોટાભાગના એક્ઝિટ પોલના તારણો ખોટા પડ્યા છે.

એક એજન્સી સિવાય મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા પડ્યા

વિધાનસભા ચૂંટણી પછીના મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એક સર્વે એજન્સી સિવાય અન્ય તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. 

પોલ ડાયરીના એક્ઝિટ પોલ સાચા પડ્યા

સર્વે એજન્સી એક્સિસ માય ઇન્ડિયાએ એનડીએને 121થી 141 બેઠકો મળવાની અને મહાગઠબંધનને 98થી 118 બેઠકો મળવાના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. આ ઉપરાંત સર્વે એજન્સી ટુડેઝ ચાણક્યએ એનડીએને 148થી 172 બેઠકો અને મહાગઠબંધનને 65થી 89 બેઠકો મળવાનો અંદાજ આપ્યો હતો. આ વખતે માત્ર એક સર્વે એજન્સી પોલ ડાયરીનો એક્ઝિટ પોલ સૌથી વધુ સચોટ સાબિત થયો છે. પોલ ડાયરીએ NDAને 184-209 બેઠકો અને મહાગઠબંધનને 32-49 બેઠકો મળવાની આગાહી કરી હતી. જોકે બંને એજન્સીઓના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. પરિણામોમાં એનડીએ 199 બેઠકો પર અને મહાગઠબંધન માત્ર 41 બેઠકો પર આગળ છે.

આ પણ વાંચો : બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? 'નવા' ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા

પરિણામના વલણોમાં કયો પક્ષ કેટલી બેઠકો પર આગળ

NDA ગઠબંધન: કુલ 199 બેઠકો પર આગળ

  • ભાજપ : 88 બેઠકો
  • જનતા દળ યુનાઇટેડ : 81 બેઠકો
  • ચિરાગ પાસવાનની પાર્ટી LJP : 22 બેઠકો
  • હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) : 4 બેઠકો
  • રાષ્ટ્રીય લોક મંચ (RLM) : 4 બેઠકો

મહાગઠબંધન : કુલ 41 બેઠકો પર આગળ

  • રાષ્ટ્રીય જનતા દળ (RJD) : 26 બેઠકો
  • કોંગ્રેસ : 7 બેઠકો
  • સીપીઆઇએમએલ : 4 બેઠકો
  • સીપીઆઇ : 1 બેઠક
  • સીપીઆઇએમ : 1 બેઠક

આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન