India

આ વખતે નીતિશ કુમાર માટે પલટી મારવી અઘરી, જૂનો હિસાબ પણ બરાબર કરવા ભાજપની તૈયારી

By GS Team
2 Jan 20253 mins read
This article was originally published on 2 Jan 2025
TukuTouch Logo
બિહારના રાજકારણમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજકીય ભવિષ્યને લઈને અસમંજસની સ્થિતિ ખતમ થવાનું નામ નથી લઈ રહી. આરજેડી સુપ્રીમો લાલુ યાદવના નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના નિવેદને તો ભાજપના જૂથમાં પણ હડકંપ મચાવી દીધો છે. જાન્યુઆરીની ઠંડી વચ્ચે લાલુ યાદવ અને આરજેડીના નેતા પોતાના નિવેદનોથી રાજકારણ ગરમાવી રહ્યા છે. લાલુ યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ વખતે નીતિશ કુમાર માટે પલટી મારવી અઘરી, જૂનો હિસાબ પણ બરાબર કરવા ભાજપની તૈયારી

Bihar Politics: બિહારના રાજકારણમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજકીય ભવિષ્યને લઈને અસમંજસની સ્થિતિ ખતમ થવાનું નામ નથી લઈ રહી. આરજેડી સુપ્રીમો લાલુ યાદવના નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના નિવેદને તો ભાજપના જૂથમાં પણ હડકંપ મચાવી દીધો છે. જાન્યુઆરીની ઠંડી વચ્ચે લાલુ યાદવ અને આરજેડીના નેતા પોતાના નિવેદનોથી રાજકારણ ગરમાવી રહ્યા છે. લાલુ યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે. 

લાલુ યાદવના આ નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લાલુ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, લાલુ યાદવ દિવસે સપના જોઈ રહ્યા છે. જોકે, સમ્રાટના પ્રહાર બાદ તેજસ્વી યાદવે મોરચો સંભાળ્યો અને કહ્યું કે, મીડિયાને ચુપ રાખવા માટે લાલુ યાદવે આ નિવેદન આપ્યું હતું. આ તમામ નિવેદનોથી લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, આખરે બિહારમાં થઈ શું રહ્યું છે? 

આ પણ વાંચોઃ નીતિશ કુમારને લાલુ યાદવની ઑફરથી બિહારમાં હલચલ તેજ, કોંગ્રેસે પણ કર્યા વખાણ

નીતિશ કુમાર માટે દરવાજા બંધ

જણાવી દઈએ કે, આરજેડી નેતા તેજસ્વી યાદવે હાલમાં જ નીતિશ કુમારને માટે દરવાજા બંધ છે તેવું નિવેદન આપ્યું હતું. પરંતુ, તેજસ્વી યાદવના નિવેદનના 72 કલાક પણ નહતાં થયાં અને લાલુ યાદવનું નીતિશ કુમારને લઈને નિવેદન સામે આવ્યું. એવામાં બિહારનું રાજકારણ એક ખીચડી બનીને તમામને મૂંઝવણમાં મુકી રહ્યું છે. પરંતુ, અહીં સવાલ એ થાય છે કે, આ ખીચડી બનાવી કોણ રહ્યું છે? શું બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં બિહારમાં ફરી એકવાર રાજકીય ભૂકંપ આવશે? લાલુ યાદવનું કહેવું છે કે, નીતિશ કુમાર માટે તો દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ, તે વારંવાર દરવાજાની બહાર જતા રહે છે. શું લાલુ યાદવનું આ નિવેદન નીતિશ કુમાર માટે ગ્રીન સિગ્નલ છે?

ભાજપ કરશે બધો હિસાબ?

નોંધનીય છે કે, જો આ વખતે નીતિશ કુમાર પલટી મારવાવાળા રાજકારણ વિશે વિચારશે તો પણ તેમના માટે એટલું સરળ નહીં રહે. કારણકે, આ વખતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બિહાર પર ચાંપતી નજર રાખીને બેઠા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બિહારના રાજકારણ પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જેડીયુના બે નેતા કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પર નજર રાખવામાં આવી રહી છે. આરસીપીવાળી કહાનીનું એકવાર ફરી પુનરાવર્તન ન થાય તે માટે ભાજપ પણ સતર્ક છે. એવામાં એકવાર ફરી નીતિશ કુમારની પલટી મારવું એટલું સરળ નહીં રહે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા ફરી એકજૂટ થશે? જાણો મંદિરમાં કોણે કરી 'પ્રાર્થના', ઘણાની આવી જ ઇચ્છા

નીતિશ કુમાર પલટી મારશે તો જેડીયુ તૂટશે?

બિહારના રાજકારણને નજીકથી જાણતાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, નીતિશ કુમાર ખૂબ ચાલાક અને હાર્ડ બારગેનર છે. ભાજપને જણાવી રહ્યા છે કે, તેનો બિહારમાં હજુ પણ રાજકીય જનાધાર પહેલાં જેવો જ છે. તેથી પટનામાં દર 7 દિવસ બાદ નીતિશ કુમારના નામે જેડીયુ અલગ-અલગ પોસ્ટર લગાવે છે. નીતિશ કુમારની આ બધી તૈયારીઓ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહી છે. બિહારમાં નીતિશ કુમારને એનડીએના નેતા માનવા સિવાય ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એવામાં કોઈ બેમત નથી કે, જો નીતિશ કુમારને આરજેડીના મુખ્યમંત્રી પદની ઑફર કરે તો તે ત્યાં પણ જઈ શકે છે. જો કે, આ વખતે નીતિશ કુમાર માટે આ પલટી મારવી સરળ નહીં રહે. કારણ કે, નીતિશ કુમારની આસપાસ જેટલાં પણ મોટા નેતા ફરી છે, તે તમામ ભાજપ સાથે રહેવાના પક્ષમાં છે.

કુલ મળીને બિહારમાં આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગયા છે. કોઈ મુખ્યમંત્રીનું પદ સુરક્ષિત કરવા ઈચ્છે છે, તો કોઈ મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો રસ્તો સરળ કરવાની તૈયારી કરે છે. ઘણાં વર્ષોથી જોઈ રહેલાં રાહને ખતમ કરવા માગે છે. ખાસ કરીને આરજેડી સુપ્રીમો લાલુ યાદવે આ વિશે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાના દરેક પ્રયાસ અત્યારથી જ શરૂ કરી દીધા છે, જેનાથી દીકરાનો રસ્તો સરળ થઈ જાય. વળી, ભાજપ આ વખતે નીતિશ કુમારને સાથે રાખીને પોતાના મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે.