Get The App

બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે, કહ્યું- 'ચાલચરિત્ર જાણી ગયો છું...'

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે, કહ્યું- 'ચાલચરિત્ર જાણી ગયો છું...' 1 - image


Bihar Assembly Election 2025 : બિહારની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ગરમાવો આવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં બેઠકોની વહેંચણીને લઈને રહસ્યમય નિવેદનોનો દોર શરૂ થયો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ ગઠબંધન એકજૂટ રહેશે કે પછી કોઈ મોટો રાજકીય ભૂકંપ આવશે? ગઠબંધનના સાથી પક્ષો હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના પ્રમુખ જીતનરામ માંઝી અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ (LJPR)ના વડા ચિરાગ પાસવાન વચ્ચે હાલ શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે, તે જોતા NDAમાં ભારે ડખો ચાલતો હોવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. 

ચિરાગે 43 બેઠકો માંગતા માંઝીએ કર્યો કટાક્ષ

ચિરાગ પાસવાને (Chirag Paswan) ચૂંટણીમાં 43 બેઠકોની માંગણી કરી છે, જેને લઈને જીતનરામ માંઝી (Jitan Ram Manjhi)એ તેમના પર કટાક્ષ કરી કહ્યું છે કે, ‘તેમનો સ્વભાવ અને ચાલ હું 2020 થી જાણું છું., તેથી હું તેમના વિશે વધુ નહીં બોલું. પરંતુ બિહાર અને ભારતને મજબૂત કરવા માટે તમામે એનડીએને મજબૂત બનાવવું જોઈએ.’ માંઝીએ એમ પણ કહ્યું કે, 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ બેઠકોની વહેંચણી અંગે દિલ્હીમાં એનડીએની મોટી બેઠક યોજાશે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીનામું 

અગાઉ માંઝીએ NDAનું ટેન્શન વધારતું નિવેદન કર્યું હતું

અગાઉ માંઝીએ કહ્યું હતું કે, ‘જો જરૂર પડશે તો તેમની પાર્ટી બિહારની બધી બેઠકો પર ચૂંટણી લડશે.’ જોકે, પછી તેઓ બોલ્યા હતા કે, આવું નિવેદન ક્યારેક કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. તમે અગાઉની ચૂંટણીમાં જોયું હતું કે, અમારી પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડી, તેમ છતાં અમે 62થી વધુ બેઠકો પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગઠબંધનમાં દરેક પક્ષ તમામ બેઠકો પર ચૂંટણી લડે છે.’

માંઝીએ જીએસટી ફેરફારની પ્રશંસા કરી

આ ઉપરાંત માંઝીએ જીએસટી ફેરફાર માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, ‘46 વર્ષના રાજકીય જીવનમાં આવો મોટો લાભ કોઈ સરકારે આપ્યો નથી અને નરેન્દ્ર મોદી સરકાર માત્ર ગરીબો માટે કામ કરે છે. આ તમામ નિવેદનો દર્શાવે છે કે બિહારમાં NDAની અંદરનું રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં નવા સમીકરણો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને

Tags :