India

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
બિહારના સીતામઢી જિલ્લામાં HIV કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટ મુજબ, જિલ્લામાં 400 સગીર સહિત 7400 લોકો એચઆઈવી પોઝિટિવ હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ચિંતાજનક વાત એ છે કે, દર મહિને 40થી 60 દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ

Bihar HIV Positive Case : બિહારના સીતામઢી જિલ્લામાં HIV કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટ મુજબ, જિલ્લામાં 400 સગીર સહિત 7400 લોકો એચઆઈવી પોઝિટિવ હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.  ચિંતાજનક વાત એ છે કે, દર મહિને 40થી 60 દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

400 સગીરને પણ HIV

મીડિયા અહેવાલો મુજબ, દર્દીઓમાં 400 સગીર પણ સામેલ છે. સીતામઢીમાં એચઆઈવી કેસોમાં ધરખમ વધારો કેમ થઈ રહ્યો છે, તે અંગે માહિતી આપતા સદર હોસ્પિટલના મેડિકલ અધિકારી ડૉક્ટર હસીન અખ્તરે કહ્યું કે, અમારા વિસ્તારમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે, જેઓ દિલ્હી, મુંબઈ અથવા અન્ય કોઈ બહારના સ્થળે કમાણી કરવા જાય છે.

આ પણ વાંચો : PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, જાણો કારણ

મહિને 5000 લોકોને અપાઈ રહી છે દવા

સીતામઢીના એઆરટી સેન્ટરમાં દર મહિને 5000 દર્દીઓને દવા આપવામાં આવી રહી છે, જ્યારે બાકીના દર્દીઓ બિહરાની બહાર સારવાર કરાવી રહ્યા છે. એચઆઈવી વધુ ન ફેલાય તે માટે અખ્તરે કહ્યું કે, ‘પોઝિટિવ દર્દીઓ નેગેટિવ વ્યક્તિ સાથે લગ્ન કરે.’ બીજીતરફ લોકોને એઈડ્સથી બચાવવા માટે સરકાર સતત જાગરુકતા અભિયાન ચલાવી રહી છે, તેમ છતાં સીતામઢીમાં એચઆઈવી દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક બાબત છે.

બિહારમાં 97000 લોકો HIV પોઝિટિવ

સોશિયલ મીડિયા પર પણ સીતામઢીમાં ફેલાયેલી એઈડ્સની બિમારીની ચર્ચાઓ થઈ રહી છે, જેમાં કહેવાયું છે કે, કુલ 6707 દર્દીઓ છે. બિહારમાં પહેલી ડિસેમ્બર-2012થી પહેલી ડિસેમ્બર-2025 સુધીમાં કુલ 97,000 એઈડ્સગ્રસ્ત દર્દીઓ છે, જેમાંથી સીતામઢીમાં 428 બાળકો સહિત 6707 દર્દીઓ હોવાની વિગત સામે આવી છે.

આ પણ વાંચો : કંગના રનૌતે PM મોદીના કર્યા વખાણ, કોંગ્રેસ પર ઠાલવ્યો ગુસ્સો, જાણો શું બોલ્યા