India

મનરેગાની જગ્યાએ આવેલી નવી VB-G RAM G યોજનાના પહેલા જ મહિને મોટો ઝટકો: જુલાઈમાં ગ્રામીણ રોજગાર 50 ટકા ઘટ્યો!

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
મનરેગાના સ્થાને 1 જુલાઈ, 2026થી લાગુ થયેલી નવી VB-G RAM G યોજનાના પ્રથમ માસમાં રોજગાર સર્જનમાં 50%નો ઘટાડો નોંધાયો છે. જુલાઈ 2026માં 7.67 કરોડ પર્સન-ડે રોજગાર નોંધાયો, જે ગત વર્ષના 15.33 કરોડ પર્સન-ડેથી અડધો છે. ₹1.52 લાખ કરોડના મોટા બજેટ છતાં, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગતિ ધીમી પડતાં સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મનરેગાની જગ્યાએ આવેલી નવી VB-G RAM G યોજનાના પહેલા જ મહિને મોટો ઝટકો: જુલાઈમાં ગ્રામીણ રોજગાર 50 ટકા ઘટ્યો!

VB G RAM G Scheme Falls 50 Percent Versus MGNREGS: મનરેગાના સ્થાને લાગુ કરવામાં આવેલી નવી VB-G RAM G યોજનાના પ્રથમ મહિનામાં રોજગાર સર્જનની ઝડપ ધીમી જોવા મળી છે. જુલાઈ 2026માં આ યોજના હેઠળ 7.67 કરોડ પર્સન-ડે(person-days) રોજગાર નોંધાયો હતો, જે ગત વર્ષે જુલાઈમાં મનરેગાના 15.33 કરોડ પર્સન-ડે(વ્યક્તિ-દિવસ)ના મુકાબલે આશરે 50% ઓછો છે.

સરકારની નવી યોજના VB-G RAM G

1 જુલાઈ 2026થી બે દાયકા જૂની 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના'(MGNREGS)ની જગ્યાએ 'વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એવમ્ આજીવિકા મિશન ગ્રામીણ' (VB-G RAM G) લાગુ કરવામાં આવી હતી. સરકારે તેને અપગ્રેડેડ વર્ઝન ગણાવતા રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરી છે, અને લઘુત્તમ વેતન ₹300 નક્કી કર્યુ છે.

જુલાઈના અંતમાં ધીમી પડી રફતાર

ગ્રામીણ વિકાસ મંત્રાલયે સંસદમાં દાવો કર્યો હતો કે, 22 જુલાઈ સુધી 5.2 કરોડથી વધુ વ્યક્તિ-દિવસ રોજગાર આપવામાં આવ્યો હતો, અને કામ માંગનારા 99.5%થી વધુ શ્રમિકોને રોજગાર મળ્યો હતો. પરંતુ જુલાઈના અંતિમ આંકડા મુજબ આ આંકડો 7.67 કરોડ પર જ પહોંચ્યો હતો, જે દર્શાવે છે કે મહિનાના છેલ્લા દિવસોમાં રોજગાર સર્જનની ઝડપ ધીમી પડી હતી.

વધુ બજેટ છતાં આંકડામાં ઘટાડો

નાણાકીય વર્ષ 2025-26 માટે VB-G RAM G હેઠળ ₹1.52 લાખ કરોડનું વાર્ષિક બજેટ રાખવામાં આવ્યું છે, જે મનરેગાના ₹86,000 કરોડના બજેટ કરતાં ઘણું વધારે છે. તેમ છતાં પ્રથમ જ મહિનામાં રોજગાર સર્જનમાં 49.94%નો ઘટાડો નોંધાતાં યોજનાની શરૂઆતી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે પછીના મહિનાઓના આંકડા દર્શાવશે કે, આ ઘટાડો યોજનાના ટ્રાન્સફોર્મેશનના કારણે હતો કે, ગ્રામીણ રોજગાર પર તેની લાંબા ગાળાની અસર પડી રહી છે.