ગુજરાત માટે મોટા સમાચાર ! મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન, રાજ્યના 4 શહેરોને પણ મળશે મોટો ફાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bullet train Delhi to Varanasi : કેન્દ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાદ હવે દિલ્હી-વારાણસી-સિલીગુડી હાઈસ્પીડ રેલ કૉરિડોર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અનુભવોથી શીખ મેળવી દિલ્હી-વારાણસી-સિલિગુડી બુલેટ ટ્રેનની કામગીરી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટ પછી વારાણસી-પટણા-સિલીગુડી રૂટ તૈયાર કરવામાં આવશે. આનો લાભ બિહાર અને બંગાળ સહિત 4 રાજ્યોને મળશે, કારણ કે દિલ્હી-સિલીગુડી બુલેટ ટ્રેન ચાર રાજ્યોને જોડશે, જે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન રૂટ હશે. સરકારે બે વર્ષની અંદર બુલેટ ટ્રેનનું કામ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમાંથી સૌથી વધુ દિલ્હી-વારાણસી કૉરિડોરને પ્રાથમિકતામાં રખાઈ છે.
દિલ્હીથી યુપી, અમદાવાદ, પંજાબ, જમ્મુ બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને રેલવે મંત્રાલય ભવિષ્યમાં દિલ્હીને વિશાળ હાઈ સ્પીડ રેલ (HSR) હબ બનાવવાની વિચારણા કરી રહી છે, જેમાં દિલ્હી-વારાણસી હાઈસ્પીડ કૉરિડોર ઉપરાંત દિલ્હી-અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોર, દિલ્હી-અમૃતસર-જમ્મૂ કૉરિડોર સામેલ છે.
દિલ્હી-વારાણસી રૂટની લંબાઈ 865 કિમી
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટની લંબાઈ 865 કિલોમીટર છે. આ ટ્રેન દિલ્હી (હજરત નિજામુદ્દીન), નોઈડા, જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ, મથુરા, આગરા, ફિરોજાબાદ, ઈટાવા, કન્નૌજ, લખનઉ, રાયબરેલી, પ્રયાગરાજ (ઈલાહાબાદ), ન્યૂ ભદોહીથી થઈને વારાણસી પહોંચશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) પર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ પ્રોજેક્ટ હેઠળ અયોધ્યા અને લખનઉનો 135 કિલોમીટર રૂટને કનેક્ટ કરવાની પણ યોજના સામેલ છે.
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કૉરિડોર (Delhi-Varanasi High-Speed Rail Corridor)
- દિલ્હીથી લખનઉ માત્ર 2 કલાક 10 મિનિટમાં પહોંચી જવાશે.
- નોઈડા એરપોર્ટથી લખનઉ 1 કલાક 40 મિનિટમાં પહોંચી જવાશે.
- દિલ્હીથી વારાણસી માત્ર 3 કલાક 50 મિનિટમાં (હાલ 11થી 12 કલાક સમય લાગે છે) પહોંચી જવાશે.
- દેશમાં નવા 7 બુલેટ ટ્રેન કૉરિડર બનાવવાની કામગીરી
દેશથી કેટલી બુલેટ ટ્રેન દોડાવવાનો પ્લાન?
- દિલ્હી - વારાણસી (વાયા અયોધ્યા)
- દિલ્હી - વારાણસી - સિલીગુડી બુલેટ ટ્રેન
- દિલ્હી - અમદાવાદ
- દિલ્હી - અમૃતસર - જમ્મૂ કૉરિડોર
દિલ્હી-વારાણસી હાઈસ્પીડ રેલ કૉરિડોર
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટનો ખર્ચ લગભગ 1.21 લાખ કરોડ રૂપિયા છે, આમાં એલિવેટેડ ટ્રેક, નોઈડા એરપોર્ટ પાસે 9.4 કિલોમીટર લાંબી સુરંગ અને નદી પર પુલ બનાવવાનો પ્રસ્તાવ છે. દિલ્હી-વારાણસી કૉરિડોરને આગળ વારાણસી-પટણા-સિલીગુડી કૉરિડોર સાથે જોડવાનો પણ પ્લાન છે.
દેશના બુલેટ ટ્રેન રૂટોની લંબાઈ
1... દિલ્હી - સિલીગુડી કૉરિડોર (Delhi–Siliguri Corridor) : લંબાઈ લગભગ 1705 કિલોમીટર... પ્રસ્તાવ મુજબ, આ ભારતનો સૌથી લાંબો હાઈસ્પીડ બુલેટ ટ્રેન રૂટ છે.
2... દિલ્હી - અમદાવાદ કૉરિડોર (Delhi–Ahmedabad Corridor) : લંબાઈ 886 કિલોમીટર, આ રૂટ પર આવતા સ્ટેશનો - દિલ્હી, ગુરુગ્રામ, જયપુર, ઉદયપુર, અમદાવાદ..., આ પ્રોજેક્ટનો અંતિમ બ્લુપ્રિન્ટ એટલે કે રિપોર્ટને મંજૂરી મળી ગઈ છે.
૩... દિલ્હી - વારાણસી કૉરિડોર (Delhi–Varanasi Corridor) : લંબાઈ 865 કિલોમીટર, આ રૂટ પર આવતા સ્ટેશનો - દિલ્હી, નોઈડા, આગરા, કાનપુર, લખનઉ, વારાણસી... આ પ્રોજેક્ટના રિપોર્ટને પણ મંજૂરી મળી ગઈ છે, જ્યારે અયોધ્યા માટે અલગ કનેક્ટિંગ રૂટ પણ બનાવવાનો પ્રસ્તાવ છે.
4... વારાણસી - હાવડા-કોલકાતા કૉરિડોર (Varanasi–Howrah/Kolkata Corridor) : લંબાઈ 760 કિલોમીટર, સ્ટેશન - વારાણસી, પટણા, ગયા, ધનબાદ, હાવડા (કોલકાતા)... આ રૂટ માટે સર્વે અને શરૂઆતની તૈયારીઓ શરૂ કરાઈ છે.
5... મુંબઈ - નાગપુર કૉરિડોર (Mumbai–Nagpur Corridor) : લંબાઈ 736થી 753 કિલોમીટર, રૂટ - મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, નાગપુર : પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી મળી ગઈ છે. હવે આ પ્રોજેક્ટને આગામી તબક્કામાં શરૂ કરવામાં આવશે.
6... મુંબઈ - હૈદરાબાદ કૉરિડોર (Mumbai–Hyderabad Corridor) : લંબાઈ 709 કિલોમીટર, (જો રૂટ ચેન્જ કરવામાં આવે એટલે કે, પુણે-હૈદરાબાદ થઈને ટ્રેન દોડાવવામાં આવે તો લંબાઈ 671 કિલોમીટર)... આ રૂટમાં મુંબઈ, પુણે, સોલાપુર, હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
7... મુંબઈ - અમદાવાદ કૉરિડોર (Mumbai–Ahmedabad Corridor) : લંબાઈ 508 કિલોમીટર, રૂટ - મુંબઈ, થાણે, વાપી, સૂરત, વડોદરા, અમદાવાદ... આ ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન રૂટ છે, જે 2027 સુધીમાં શરૂ થવાની ધારણા છે.
8...ચેન્નાઈ - બેંગલુરુ - મૈસુર કૉરિડોર (Chennai–Bengaluru–Mysuru Corridor), રૂટની લંબાઈ 435 કિલોમીટર, સ્ટેશન - ચેન્નાઈ, બેંગલુરુ, મૈસૂર... આ રૂટનો પ્રાથમિક સર્વે પુરો કરાયો છે.
9... દિલ્હી - અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોર (Delhi-Ahmedabad High-Speed Corridor), રૂટની લંબાઈ 886 કિલોમીટર... આ રૂટમાં દિલ્હી (દ્વારકા), ગુરુગ્રામ, રેવાડી, અલવર, જયપુર, અજમેર, ઉદયપુરથી સાબરમતી (અમદાવાદ)... આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે, તે દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના શહેરોમાંથી પસાર થશે. આ ઉપરાંત આગળ અમદાવાદ-મુંબઈ સાથે જોડવામાં આવી શકે છે.
10... દિલ્હી - અમૃતસર - જમ્મૂ કૉરિડોર (Delhi-Amritsar-Jammu Corridor) : લંબાઈ 450-500 કિલોમીટર, દિલ્હીથી અમૃતસર 2 કલાકમાં પહોંચી જવાશે. આ રૂટના સ્ટેશન - દિલ્હી, રોહતક, જીંદ, કૈથલ, ચંડીગઢ (મોહાલી), લુધિયાના, જાલંધરથી અમૃતસર (ભવિષ્યમાં પઠાનકોટ રૂટ પરથી જમ્મુ-કટરા સુધી લંબાવવાની યોજના છે.)
પ્રોજેક્ટની અન્ય વિગતો
--- 7 બુલેટ ટ્રેન કૉરિડોર માટે 16 લાખ કરોડ ખર્ચ થવાની ધારણા
--- રેલવે દર વર્ષે 250 કિલોમીટર બુલેટ ટ્રેન કૉરિડોર બનાવશે
--- મુંબઈ-અમદાવાદ કૉરિડોર ઓગસ્ટ-2027 સુધીમાં પુરો થશે
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેનનો રિપોર્ટ
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેનના વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારબાદ વારાણસી-સિલીગુડી રૂટના રિપોર્ટનું કામ હાથ ધરાશે. દિલ્હી, નોઈડા, વારાણસી, આગરા, મથુરા, વારાણસી, સિલીગુડી અને અમદાવાદથી મુંબઈ, પુણે, હૈદરાબાદ, વારાણસી, પટણા, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા શહેરો વચ્ચે બુલેટ ટ્રેનનું નેટવર્ક હશે.









