For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાનમાં 'ભારત જોડો યાત્રા'નું સહરિયા નૃત્યથી થયુ સ્વાગત

Updated: Dec 5th, 2022


Article Content Image

- કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે રાજસ્થાનના ઝાલાવાડા પહોંચી હતી

રાજસ્થાન, તા. 05 ડિસેમ્બર 2022, સોમવાર

રાજસ્થાનમાં 'ભારત જોડો યાત્રા'નું કોંગ્રેસ નેતાઓએ જોરદાર સ્વાગત કર્યું હતું. તેની સાથે જ વેલકમ સભામાં સહરિયા નૃત્ય સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. 

પોતાની સામે નૃત્ય થતું જોઈને રાહુલ ગાંધી પોતાને રોકી ન શક્યા અને અશોક ગેહલોત, કમલનાથ અને સચિન પાયલોટને પણ એક-બીજાનો હાથ પકડીને નૃત્ય કરાવ્યું. વેલકમ સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ભારત જોડો યાત્રા'થી મને જે શીખવા મળ્યું તે મને કોઈ હવાઈજહાજ, હેલીકોપ્ટર  અથવા અન્ય વાહન યાત્રા દરમિયાન શીખવા ન મળ્યું. 

રાજસ્થાનના ઝાલાવાડથી પ્રારંભ 'ભારત જોડો યાત્રા'માં ભારે ભીડ સાથે રાહુલ ગાંધી સતત આગળ વધતા સામાજિક સમરસતાનો સંદેશ આપી રહ્યા છે.ક્યારેક તેમણે ગ્રામજનો સાથે મુલાતકાત કરી તો ક્યાંક બાળકો સાથે મુલાકાત કરી હતી. આવી સ્થિતિમાં તેમની સાથે મોટા પ્રમાણમાં પોલીસ બળ પણ ચાલી રહ્યું છે અને તેઓ આગળથી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે.

Article Content Image

રાહુલ ગાંધી અને યાત્રિઓના સ્વાગતમાં મંચથી રાજસ્થાનનું પ્રમુખ નૃત્ય પધારો મ્હારે દેશ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી, અશોક ગેહલોત, સચિન પાયલોટ અને રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ મંચ પર એકબીજાનો હાથ પકડીને નૃત્ય કર્યું હતું. 

રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં વહેલી સવારે બાળકો ભારે જોશ અને ઉત્સાહ સાથે ચાલતા જોવા મળ્યા હતા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે રાજસ્થાનના ઝાલાવાડા પહોંચી હતી જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat