For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંસદીય ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં બદલીનો દોર

- યોગીએ વ્યાપક પ્રમાણમાં ઓફિસર્સની બદલી કરી

- 64 સનદી અમલદારો અને 22 જિલ્લા મેજિસ્ટ્રેટ ટ્રાન્સફર થયા

Updated: Feb 16th, 2019

Article Content Imageલખનઉ તા.16 ફેબ્રુઆરી 2019 શનિવાર

સંસદીય ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઓછામાં ઓછા 22 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચોસઠ જેટલા સનદી અમલાદારોની બદલીની જાહેરાત કરી હતી.

રાયબરેલી, બહરાઇચ, અયોધ્યા, ફિરોઝાબાદ, ઇટાવા, મૈન પુરી, ફતેહપુર, બુલંદશહર, પ્રતાપગઢ, અમરોહા, કાસગંજ, સંત કબીર નગર, ઓરૈયા, અમેઠી, સુલતાનપુર, બિજનૌર, સોનભદ્ર, મઉ,  બાગપત અને મુઝફ્ફર નગરના જિલ્લા મેજિસ્ટ્રેટની તત્કાળ અમલમાં આવે એ રીતે ટ્રાન્સફર કરાઇ હતી.

અત્રે એ યાદ રહે કે રાયબરેલી અને અમેઠી કોંગ્રેસના ગઢ ગણાય છે. યોગીએ આ બંને જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ અન્યત્ર ખસેડ્યા હતા.

શુક્રવારે રાત્રે બદલીનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. હજુ બે દિવસ પહેલાંજ યોગીએ કહ્યું હતું કે ભાજપ જ અયોધ્યામાં રામ મંદિર બનાવશે.

Gujarat