India Beating Retreat Ceremony 2026 : દિલ્હીના વિજય ચોક પર 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ભવ્યાતિભવ્ય ઉજવણી કરાયા બાદ આજે ગુરુવારે (29 જાન્યુઆરી) બીટિંગ ધ રિટ્રીટ સેરેમની યોજાઈ રહી છે. ગણતંત્ર દિવસની ઉજવણીના સત્તાવાર સમાપનના પ્રતીકના ભાગ રુપે આ સેરેમની યોજાય છે. આ સાથે 26 તારીખથી શરૂ થયેલા કાર્યક્રમનું આજે સમાપન થશે. આ સેરેમનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ શિંહ, ત્રણેય સેનાઓના પ્રમુખ સહિત અન્ય કેન્દ્રીય મંત્રી અને પ્રજાજનો ઉપસ્થિત છે. વિજય ચોક પર તમામ ઈમરતોને રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવી છે.
સેના દ્વારા રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સલામી અપાઈ
સમારોહની શરૂઆતમાં સેના દ્વારા રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ તિરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી. ત્રણેય સેનાના બેન્ડ દ્વારા 'કદમ-કદમ બઢાયે જા' ધૂન વગાડીને આ સેરેમનીની શરૂઆત કરવામાં આવી હતી.

બિટીંગ ધ રિ ટ્રીટની પ્રથા 16મી સદીમાં શરુ કરાઈ
ભારતમાં પ્રજાસત્તાકની ઉજવણીના આયોજનનું સત્તાવાર સમાપન ભુમિસેના,વાયુસેના અને નૌકાસેનાના બેંડ પરંપરાગત રીતે ધૂન વગાડીને માર્ચ સાથે કરે છે. આ પ્રથાને બિટીંગ ધ રી ટ્રીટ કહે છે.આ પરંપરા અંગ્રેજોએ 16મી સદીમાં શરૃ કરી હતી. જેમાં સૂર્યાસ્ત થાય એટલે સૈનિકો પોતાનો કિલ્લાની બહારનું મેદાન છોડીને કિલ્લાની અંદર આવી જતા હતા. ભારતમાં બિટીંગ ધ રી ટ્રીટ કાર્યક્રમ થકી રાષ્ટ્રીય પ્રજાસત્તાક તહેવારનું સમાપન થાય છે. આ બિટીંગ ધ રી ટ્રીટ કાર્યક્રમ ઘણો જ પ્રભાવશાળી અને ગૌરવપૂર્ણ હોય છે. જે નિહાળવો એ પણ એક લ્હાવો છે. લશ્કરની ત્રણેય પાંખોના સત્તાવાર બેન્ડની ધૂનો સાથેની કાર્યક્રમની થતી રજૂઆત ઘણી જ રોમાંચકારી હોય છે.
આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો
ભારત પ્રજાસત્તાક રાજય બન્યું પછી બ્રિટીંગ ધ રી ટ્રીટ બે વખત બંધ રખાયો હતો
1950માં ભારત પ્રજાસત્તાક રાજય બન્યું એ પછી બે વાર બિટીંગ ધ રી ટ્રીટનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપના કારણે તથા 2009માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટ રામનનું અવસાન થતા બિટીંગ ધ રી ટ્રીટ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. 2015ના પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બગીમાં બેસીને પરંપરાગત રીતે સૈનિક ટુકડીઓને બેરકમાં પાછી મોકલી બિટીંગ ધ રી ટ્રીટના મૂળ અંગ્રેજી રિવાજને જીવંત કર્યો હતો. બ્રિટીંગ ધ રી ટ્રીટનો સમારોહ ઈગ્લેન્ડ સહિત દુનિયાના વિવિધ દેશોમાં રાષ્ટ્રીય તહેવારના દિવસે આયોજિત થાય છે.
આ પણ વાંચો : ‘વહિની’ મહારાષ્ટ્રના નાયબ CM બનશે ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત


