Today Silver Rate : ચાંદીની કિંમતમાં ફરી ધરખમ વધારો થયો છે. ચાંદીનો ભાવ રૂ.4 લાખને પાર થઈ ગયો છે. 29 ડિસેમ્બરના રોજ ચાંદીની કિંમત 2.50 લાખ હતી, ત્યારબાદ 16મી જાન્યુઆરીએ તેના ભાવમાં 30 ટકાનો વધારો થયો હતો. હવે માત્ર એક જ મહિનામાં ચાંદીન કિંમતમાં એક લાખ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
ચાંદીની કિંમતમાં આજે રૂ.14000ની ઉથલ-પાથલ
MCX એટલે કે મલ્ટી કોમિડીટી એક્સચેન્જ પર આજે બપોરે 3.00 વાગ્યા સુધીમાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ 4,06,500 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે MCX પર તેની ભાવ 3,85,366 પર બંધ થયો હતો. જ્યારે આજે 3,99,000ના ભાવથી ઓપન થયો હતો. જ્યારે દિવસ દરમિયાન તેનો ભાવ ઊંચામાં 4,09,800 અને નીચામાં 3,95,001 નોંધાયો છે. એટલે કે ચાંદીની કિંમતોમાં આજે 14799ની ઉથલ-પાથલ જોવા મળી છે.
આ પણ વાંચો : LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી... 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર
ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે? જાણો 10 કારણ
છેલ્લા ઘણા સમયથી ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
1... વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતામાં વધારો
2... અમેરિકા પર વધતું દેવું
3... વિવિધ દેશો વચ્ચે તણાવ
4... અનેક દેશોની સેન્ટ્રલ બૅંક દ્વારા મોટાપાયે સોનાની ખરીદી
5... અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કોઈપણ ફેરફાર નહીં
6... ડૉલર નબળો પડવાથી પણ ભાવ પર અસર
7... મોટાભાગના દેશોમાં સોના-ચાંદીની માંગમાં વધારો
8... માંગ સામે સપ્લાયમાં અછત
9... ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માંગમાં વધારો
10... સોલાર પેનલ, મોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વાહન, ઓટોમોબાઇલમાં ચાંદીની જરૂરીયાતમાં વધારો
ભારતે ચાંદીની આયાત વધારી
ભારતની ચાંદીની જરૂરીયાત આયાત પર નિર્ભર છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતે 2025માં 9.2 બિલિયન ડૉલર(લગભગ 75 હજાર કરોડ રૂપિયાથી વધુ) કિંમતની ચાંદીની આયાત કરી હતી, જે 2024ની તુલનાએ 44 ટકા વધુ છે. આમ ભારત ચાંદીનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે.
આ પણ વાંચો : શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે


