India

ઓનલાઇન ટ્રાફિક દંડ ભરતા પહેલા સાવધાન! 544 લોકો મુશ્કેલીમાં, 5ની ધરપકડ કરાતાં થયો મોટો ખુલાસો

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે ઓનલાઈન ટ્રાફિક ચલણ ભરવાના નામે કરોડોની છેતરપિંડી કરતી સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેઓ નકલી લિંક્સ મોકલી લોકોના બૅંક ખાતા ખાલી કરતા હતા. આ ગેંગે 544 ફરિયાદોમાં આશરે 10 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. 'વિંગો કેશ' એપ દ્વારા મેસેજ મોકલીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસે 15 મોબાઇલ ફોન સહિત મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ટ્રાફિક દંડ ભરતા પહેલા સાવધાન! 544 લોકો મુશ્કેલીમાં, 5ની ધરપકડ કરાતાં થયો મોટો ખુલાસો

Fake Traffic Challan Scam : ઓનલાઇન ટ્રાફિક દંડ ભરવાના નામે મોબાઇલમાં આવતા શંકાસ્પદ મેસેજ પર ક્લિક કરવાથી બૅંક ખાતું ખાલી થઈ શકે છે. દિલ્હી પોલીસે ટ્રાફિક ચલણ, ડિલિવરી વેરિફિકેશન અને રિવોર્ડ પોઇન્ટ્સની નકલી લિંક્સ મોકલીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવતી એક શાતિર સાયબર ગેંગનો પર્દાફાશ કરીને 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 544 ફરિયાદો નોંધાઈ છે, જેમાં આશરે 10 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

એક ફરિયાદથી ખુલ્યો કરોડોના કૌભાંડનો પર્દાફાશ

આ સમગ્ર મામલાની શરૂઆત 28 નવેમ્બર 2025ના રોજ નોંધાયેલી એક ફરિયાદથી થઈ હતી. એક વ્યક્તિને મોબાઇલ પર ટ્રાફિક ચલણ ભરવાનો મેસેજ આવ્યો હતો. તેમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ તેના ક્રેડિટ કાર્ડમાંથી 2,21,000 રૂપિયા કપાઈ ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે આરોપીઓએ લગભગ 3,300 જેટલા નકલી મેસેજ મોકલીને લોકોની ઉતાવળ અને ઓનલાઈન પેમેન્ટની ટેવનો ગેરલાભ ઉઠાવ્યો હતો.

‘વિંગો કેશ’ એપ દ્વારા ઓટોમેટિક મેસેજ મોકલવાનો ખેલ

તપાસમાં સામે આવ્યું કે આ ઠગ ટોળકી ‘વિંગો કેશ’ નામની એપનો ઉપયોગ કરતી હતી. જ્યારે કોઈ સામાન્ય યુઝર આ એપ પર રિવોર્ડ મેળવવાનો પ્રયાસ કરતો, ત્યારે તેના મોબાઇલમાંથી દર 30 સેકન્ડમાં આપોઆપ 9થી 12 નકલી મેસેજ અન્ય લોકોને મોકલાઈ જતા. આ કામ બદલ તે યુઝરને માત્ર 1થી 3 રૂપિયા મળતા, જ્યારે સાયબર ઠગો તેનો ઉપયોગ છેતરપિંડીની લિંક્સ ફેલાવવા માટે કરતા હતા.

કુવૈત અને મુંબઈ સુધી વિસ્તરેલા નાણાકીય તાર

પોલીસે જ્યારે પૈસાની લેવડદેવડની તપાસ કરી ત્યારે કુવૈતની એક નેશનલ બૅંક અને મુંબઈની 'શ્રી બાલાજી એન્ટરપ્રાઈઝિસ'ના ખાતાની વિગતો સામે આવી હતી. આ કંપનીના ખાતામાંથી માત્ર 3 દિવસમાં 41,000થી વધુ યુઝર્સના ખાતાઓ સાથે શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે.

5 આરોપીઓની ધરપકડ, મોટો મુદ્દામાલ જપ્ત

દિલ્હી પોલીસે આ ગુનામાં સામેલ મોતી સિંહ વાઘેલા, હરશપાલ, વિકી, વિશાલ દાસ વૈષ્ણવ અને બ્રજેશ કુમારની ધરપકડ કરી છે. આ આરોપીઓ બોગસ દસ્તાવેજો બનાવી બૅંક ખાતા ખોલાવવા અને પૈસાની હેરાફેરી કરવાનું કામ કરતા હતા. તેમની પાસેથી 15 મોબાઇલ ફોન, ટેબ્લેટ, 59 ડેબિટ કાર્ડ, 52 પાસબુક, ચેકબુક, 14 કંપની સ્ટેમ્પ, 5 પીઓએસ મશીન, 8 ક્યુઆર કોડ સ્કેનર, સોનાની ચેઈન અને એક કાર જપ્ત કરવામાં આવી છે.