127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી
Bank fraud: મુંબઈમાં બૅંક ઑફ ઇન્ડિયાના એક કર્મચારીએ લોકોના જીવનભરની કમાણીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ભાગી ગયો. કૌભાંડનો આ ખેલ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહ્યો. જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે આરોપી ભાગી ગયો. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ તેની ધરપકડ કરી છે.
127 ગ્રાહકોના ખાતાઑફમાંથી ₹16 કરોડની છેતરપિંડી
આ તપાસ CBI અને મુંબઈની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી એક FIR પર આધારિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ બૅંક ઑફ ઇન્ડિયાના સસ્પેન્ડેડ સ્ટાફ ઑફિસર હિતેશ કુમાર સિંગલાની ધરપકડ કરી હતી. સિંગલાની 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ, 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર બૅંક અને 127 ગ્રાહકોના ખાતા સાથે આશરે ₹16 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.
અનેક ટર્મ ડિપોઝિટ, PPF, સેવિંગ્સ સ્કીમ ખાતામાંથી રુ. ટ્રાન્સફર કર્યા
આ અંગે EDની તપાસમાં જાણવા મળ્યું કે, મે 2023થી જુલાઈ 2025ની દરમિયાન સિંગલાએ પરવાનગી વિના અનેક ટર્મ ડિપોઝિટ, PPF, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ બંધ કર્યા અને રુપિયા તેના SBI એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. તેણે બૅંક અને ગ્રાહકો સાથે ₹16.10 કરોડની છેતરપિંડી કરી. સિંગલાએ માત્ર લોકોના પૈસા જ નહીં પરંતુ, બૅંકની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું. જેથી ધીરે ધીરે ગ્રાહકોને બૅંક પર વિશ્વાસ ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો: RSSના નેતાઑફ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો
ED એ સિંગલાને 17 સપ્ટેમ્બરે અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી પકડ્યો
છેતરપિંડી સામે આવ્યા બાદ સિંગલ ફરાર હતો અને બૅંકના સંપર્કમાં પણ ન હતો. EDને ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખના આધારે તેને મહામના એક્સપ્રેસમાં પકડી લીધો હતો. ધરપકડ ટાળવા માટે તેણે વારંવાર સીટ અને કોચ બદલ્યા. જોકે, તેમાં તેની તમામ પ્રયાસો આખરે નિષ્ફળ નીવડ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેને ગ્રેટર બોમ્બેની ખાસ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને 23 સપ્ટેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તપાસ એજન્સી હવે તેની પૂછપરછ કર્યા પછી કેસની વધુ તપાસ કરી રહી છે.