India

વિવાદ બાદ બાબા રામદેવે રક્ષાબંધન પર કંગનાને મોકલી અનોખી ભેટ, અભિનેત્રીએ કહ્યું- 'ભૂલચૂક માફ...'

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
રક્ષાબંધન પર્વ નિમિત્તે બાબા રામદેવે અભિનેત્રી કંગના રણોતને 'બહેન' માનીને જૂના મતભેદો દૂર કર્યા છે. રામદેવે કંગનાને મીઠાઈ, ભેટ અને રાખડી મોકલી, જેના પગલે કંગનાએ તેમનો વીડિયો પોસ્ટ કરીને 'ભૂલચૂક માફ' કહી આભાર માન્યો. અગાઉ, રામદેવે કંગનાના 'ગટર જનરેશન' નિવેદન સામે વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદ બાદ બાબા રામદેવે રક્ષાબંધન પર કંગનાને મોકલી અનોખી ભેટ, અભિનેત્રીએ કહ્યું- 'ભૂલચૂક માફ...'

Baba Ramdev Kangana Ranaut Dispute Resolution: રક્ષાબંધનના અવસર પર બાબા રામદેવે કંગના રણોતને 'બહેન' માનીને ભૂતકાળના તમામ મતભેદો પૂરા કર્યા છે. રામદેવે કહ્યું કે, હું કંગનાને મીઠાઈઓ, ભેટો અને રાખડી મોકલી રહ્યો છું, જેથી વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવી શકાય. વિવાદ વચ્ચે રામદેવની પહેલથી કંગના ખુશ થઈ હતી. આ પછી કંગનાએ રામદેવનો એક વીડિઓ પોસ્ટ કરીને લાગણીઓ શેર કરી હતી. પોસ્ટમાં અભિનેત્રીએ કહ્યું કે, 'ભૂલચૂક માફ…'

બાબા રામદેવ સાથે વિવાદ મામલે કંગનાએ ઈસ્ટા સ્ટોરીમાં કહ્યું- 'ભૂલચૂક માફ…'

કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે, 'તહેવારોનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે હોય છે. મારા ભાઈ બાબા રામદેવે સાચું કહ્યું હતું કે વિવાદ નહીં, સંવાદ હોવો જોઈએ. આજે રક્ષાબંધન નિમિત્તે હું તેમની મીઠાઈઓ અને મોટા ભાઈનો સ્નેહ બંને સ્વીકારું છું. ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે.'

image.png

વિવાદ બાદ બાબા રામદેવે રક્ષાબંધન પર કંગનાને મોકલી અનોખી ભેટ

મીડિયા સાથે વાત કરતા બાબા રામદેવે કહ્યું, 'બહેન કંગના માટે ભેટ અને મીઠાઈઓ પોસ્ટ દ્વારા મોકલી રહ્યા છીએ. દેશમાં કોઈપણ કારણોસર નફરત માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. તેથી દરેક વ્યક્તિએ બધા દુશ્મનાવટને બાજુમાં રાખવી જોઈએ. તાજેતરમાં જ પ્રશ્નો ઉભા થયા હતા કે, શું અમારી બહેન કંગના સાથે કોઈ વિવાદ તો નથી થયો ને? ચાલો આપણે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવીએ. આજે હું બહેન કંગનાને પણ ફોન કરીશ અને તેમને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવીશ.'

બાબા રામદેવે 'ગટર જનરેશન' ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો

બાબા રામદેવે કંગનાના 'ગટર જનરેશન' નિવેદનને લઈને આપત્તિ વ્યક્ત કર્યા બાદ સમગ્ર વિવાદ વધ્યો હતો. એ સમયે રામદેવે કંગનાના નિવેદનને તેમના ખરાબ મગજની ઉપજ ગણાવી હતી અને કંગનાના અતિત પર સવાલો ઉઠ્યા હતા. રામદેવની ટિપ્પણી સામે કંગનાએ આકરો જવાબ આપ્યો હતો.

કંગનાએ રામદેવના ભૂતકાળના વિવાદો ઉઠાવીને તેમને 'કેરેક્ટર' પર ભાષણ ન આપવાની સલાહ આપી હતી. જેમાં રામદેવને સંબોધિત કરતી સોશિયલ મીડિયા પોસ્ટમાં કંગનાએ લખ્યું કે, 'બાબા-જી, મારી યુવાની કે મારા બેડરૂમ વિશે દિવાસ્વપ્નો ન જુઓ. કોઈ ફક્ત અફવાઓ અને ગપસપના આધારે અનુમાન લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ખોટા કે બનાવટી દાવા કરવા બદલ સુપ્રીમ કોર્ટે ક્યારેય ઠપકો આપ્યો નથી.'