VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું મોત
An incident that shames humanity in Ayodhya: યુપીના અયોધ્યામાં માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ મહિલાને તેના પરિવારના સભ્યોએ રસ્તા પર મુકીને ભાગી ગયા હતા. બાદમાં, મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી: CAG રિપોર્ટ
બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી
નોંધનીય છે કે, આ કિસ્સો કોતવાલી પોલીસ સ્ટેશન અયોધ્યા વિસ્તારના કિશુન દાસપુરનો છે. અહીં કેટલાક લોકો રાત્રિના અંધારામાં એક વૃદ્ધ મહિલાને ઈ-રિક્ષામાં લઈ આવ્યા હતા અને તેને રસ્તાની બાજુમાં ફુટપાથ પર છોડીને ભાગી ગયા હતા. આ કામમાં મહિલાઓ પણ સામેલ હતી. બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, એક ઈ-રિક્ષામાં વૃદ્ધ મહિલાને લાવીને કિશુન દાસપુર નજીક મુકી તેમના ઉપર ધાબળો ઓઠાડીને ત્યાથી ભાગી ગયા હતા. સ્થાનિક લોકોએ આપેલી માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને તાત્કાલિક દર્શન નગર ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું.
આ પણ વાંચો: 'એક કરોડ આપો તો જ...', પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી
પોલીસે તત્પરતા દાખવી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડી
મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધ મહિલાની હાલત ખૂબ જ ગંભીર હતી, છતાં પરિવારે તેને આ રીતે લાવારિસ છોડી દીધી. જોકે, પોલીસે તત્પરતા દાખવી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ તેમનો જીવ બચાવી ન શક્યા.
પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા પરિવારને શોધખોળ હાથ ધરી
આ અંગે, એસપી નગર ચક્રપાણી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 'સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેઓ પકડાઈ જશે. આ અમાનવીય કૃત્યને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી પરિવારને શોધખોળ હાથ ધરી છે.