બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું - 'નિર્દોષની હત્યા..'
Asaduddin Owaisi: આતંકવાદ સામે બહેરીનના મનામામાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન, સહાય અને પ્રાયોજિત કરવાનું બંધ નથી કરતું, ત્યાં સુધી આ સમસ્યા ખતમ નહીં થાય. વાતચીત દરમિયાન ઓવૈસીએ બહેરીનની પ્રમુખ હસ્તીઓને કહ્યું કે, આતંકવાદી સંગઠનોએ ભારતમાં નિર્દોષ લોકોની હત્યાને યોગ્ય જણાવી અને કુરાનની આયાતને ખોટા સંદર્ભમાં ટાંકી છે. આપણે આને ખતમ કરવું પડશે.આતંકવાદીઓએ લોકોની હત્યાને વાજબી ઠેરવવા માટે ધર્મનો ઉપયોગ કર્યો. ઈસ્લામ આતંકવાદની નિંદા કરે છે અને કુરાને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, એક નિર્દોષ વ્યક્તિની હત્યા સમગ્ર માનવ જાતિની હત્યા સમાન છે.'
ભારતે ભયાનક આતંકવાદી હુમલાનો સામનો કર્યો
4 દેશોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ભાજપ સાંસદ બૈજયંત પાંડાએ કહ્યું કે, 'બહેરીન અને ભારતની વચ્ચે લાંબાસમયથી ગાઢ સંબંધ છે. હું બહેરીન સરકારને તેમના દ્વારા અપનાવવામાં આવેલા નિરંતર વલણ માટે આભારી છું. અમે હાલના ઘટનાક્રમ દરમિયાન બહેરીન દ્વારા કરવામાં આવેલી આકરી ટિપ્પણીના વખાણ કરીએ છીએ. અમે એક મુશ્કેલ સમયમાં અહીં છીએ. એકબાજું, ભારત હવે આગળ વધી રહ્યું છે... અમે દુનિયાભરમાં દોસ્તી, વેપાર અને સંબંધ વધારી રહ્યા છે. બીજી બાજું (પહલગામ આતંકવાદી હુમલામાં) 26 પુરૂષોની તેમના પત્ની-બાળકો સામે તેમનો ધર્મ પૂછીને હત્યા કર્યા બાદ ભારતે એવા અનેક ભયાનક આતંકવાદી હુમલાનો સામનો કર્યો. આતંકવાદ એક એવી વસ્તુ છે, જેને કોઈપણ દેશ સહન નહીં કરી શકે. અમારી મુશ્કેલી એ છે કે, અમારા દેશમાં થતાં તમામ આતંકવાદી હુમલા પશ્ચિમમાં સ્થિત એક પાડોશી દેશ સાથે સંકલિત છે.'
વારંવાર શાંતિ પ્રસ્તાવ છતાં, સકારાત્મક પ્રતિક્રિયા ન મળી
તેમણે વધુમાં કહ્યું કે, ભારતે વારંવાર પાકિસ્તાન સામે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, તેનાથી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા નથી મળી. આ પહેલાં અમે દરેક સંભવ પ્રયાસ કર્યા છે. અમે તેમની સાથે વાતચીત કરી. અમે શાંતિની પહેલનો પ્રયાસ કર્યો. વડાપ્રધાન બસમાં ગયા... કંઈ કામ ન આવ્યું. પરંતુ, અંતે ભારતનું પરિવર્તન સિદ્ધાંત આ પ્રકારે છે... અમે દરેક જવાબી કાર્યવાહી કરી શકીએ છઈએ અને કરીશું... તેથી આ વખતે પણ અમારી પ્રતિક્રિયા સ્પષ્ટ હતી. આ ખૂબ જ સટીક હતું.
આ પણ વાંચોઃ ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ
લોહી અને પાણી એકસાથે નહીં વહે
બૈજયંત પાંડેએ પાકિસ્તાને ફટકાર લગાવતા કહ્યું કે, 'વાતચીત અને આતંકવાદ એકસાથે ન થઈ શકે. લોહી અને પાણી એકસાથે નહીં વહે. અમે મિત્રતાનો સંબંધ ઈચ્છીએ છીએ, પરંતુ વાતચીતથી કોઈ મદદ નથી મળી રહી. સાંસ્કૃતિક આપ-લેથી કોઈ મદદ નથી મળતી. જો પાકિસ્તાન પોતાના આતંકવાદી માળખાને ખતમ કરવા અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે વિશ્વસનીય પગલાં લે છે તો અમે દોસ્તીનો હાથ લંબાવીને ખુશ થઈશું.'