India

5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી, એરલિફ્ટ કરીને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરાયો

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ઇકબાલને અનંત અંબાણીએ મદદ કરી છે. દુર્લભ બીમારીથી પીડાતા ઇકબાલને એરલિફ્ટ કરીને મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં દાખલ કરાયો છે. છેલ્લા 5 વર્ષથી તે તળાવના પાણીમાં રહેતો હતો, જેથી તેને અસહ્ય બળતરામાંથી રાહત મળતી. હવે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી, એરલિફ્ટ કરીને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરાયો

Anant Ambani Airlifts Iqbal to Mumbai HN Reliance Hospital for Treatment : દુર્લભ અને અતિશય પીડાદાયક બીમારીથી પીડાતા યુવક ઈકબાલની જિંદગી છેલ્લાં આશરે પાંચ વર્ષથી માત્ર એક તળાવના પાણી સુધી જ સીમિત બનીને રહી ગઈ હતી. શરીરની અસહ્ય બળતરા અને તકલીફમાંથી રાહત મેળવવા માટે તળાવનું ઠંડુ પાણી જ તેનો એકમાત્ર સહારો હતું. ઈકબાલની આ કરુણ અને હૃદયદ્રાવક વ્યથા સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર અનંત અંબાણી તેની મદદે આગળ આવ્યા છે.

અનંત અંબાણીના નિર્દેશથી તાત્કાલિક એરલિફ્ટ કરાયો

ઈકબાલની ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ નિષ્ણાત તબીબોની એક ટીમે તેના મેડિકલ કેસનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અનંત અંબાણીના આદેશથી ઈકબાલને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. યુવકને મુંબઈ સ્થિત અતિઆધુનિક સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દેશના અગ્રણી મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સની ટીમ દ્વારા તેની વિશેષ તપાસ, ડાયગ્નોસિસ અને સંપૂર્ણ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

કોણ છે ઈકબાલ? જે દિવસ-રાત પાણીમાં જ રહેતો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા રહેતો ઈકબાલ છેલ્લા ઘણા સમયથી દિવસ-રાત તળાવના પાણીમાં જ વિતાવી રહ્યો હતો. ઈકબાલના જણાવ્યા અનુસાર, જ્યારે પણ તે પાણીમાંથી બહાર નીકળે છે ત્યારે તેના સમગ્ર શરીરમાં અસહ્ય બળતરા થવા લાગે છે જેના કારણે તે પાણીમાંથી બહાર આવવાનો ઇન્કાર કરી રહ્યો છે.

  • પાણીમાં લાંબો સમય રહેવાના કારણે તેના હાથ અને પગની ચામડી સફેદ પડી ગઈ હતી.
  • તેને શરદી-ઉધરસ જેવા લક્ષણો પણ દેખાવા લાગ્યા હતા, છતાં તે બહાર આવવા તૈયાર થતો નહોતો.
  • પરિવારજનોના જણાવ્યા અનુસાર, અગાઉ તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ કોઈ સુધારો થયો નહોતો. ગરીબીના કારણે પરિવાર લાંબી અને ખર્ચાળ સારવાર કરાવવામાં અસમર્થ છે.