Get The App

મોદી સરકારની કેબિનેટમાં અમિત શાહનો થશે સમાવેશ

- ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ટ્વીટથી થયું સ્પષ્ટ

Updated: May 30th, 2019

GS TEAM


Google News
Google News
મોદી સરકારની કેબિનેટમાં અમિત શાહનો થશે સમાવેશ 1 - image
નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરુવાર

બીજીવાર વડાપ્રધાન પદના શપથ લઇ રહેલા નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વીટ કરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભકામના પણ આપી દીધી છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે, મોદી સરકારની કેબિનેટમાં શાહની એન્ટ્રી પાક્કી છે અને અમિત શાહને કોઇ મહત્વપૂર્ણ ખાતુ આપવામાં આવી શકે છે. જ્યારે અન્ય કોઇ દિગ્ગજ નેતાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

ભાજપ અધ્યક્ષના ટ્વીટ બાદ તે વાતને લઇને પણ અટકળો તેજ બની છે કે અમિત શાહને દેશના આગામી ગૃહમંત્રી અથવા નાણાંમંત્રી બનાવવામાં આવી શકે છે. સરકારમાં સામેલ થવાના અરૂણ જેટલીના ઇનકાર બાદ અમિત શાહને સામેલ કરવાનું જરૂરી બન્યુ હતું.
Tags :