India

'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતે FCRA બિલને આંતરિક મામલો ગણાવી અમેરિકી સાંસદ રાઇલી મૂરેની ટીકાને ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતના કાયદાકીય નિર્ણયો સંસદ દ્વારા લેવાય છે. મૂરેએ ખ્રિસ્તી સંસ્થાઓ પર અસર અને ભારત-યુએસ સંબંધો બગડવાની ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે, ઘણા દેશો વિદેશી ફંડિંગનું નિયમન કરે છે અને આ સુધારાનો હેતુ જાહેર સંપત્તિઓનું રક્ષણ કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ

FCRA Bill Internal Matter: India Rejects US Lawmaker Riley Moore Criticism | ભારતના પ્રસ્તાવિત બિલ FCRA અંગે અમેરિકાના સાંસદ રાઇલી મૂરેએ કરેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. ભારતે અમેરિકાને જવાબ આપ્યો છે કે આ બિલ ભારતનો આંતરિક મામલો છે.

શું કહ્યું હતું અમેરિકાના સાંસદે?

પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન નેતા રાઇલી મૂરેએ કહ્યું હતું કે, જો કોઈ ચર્ચ કે ધાર્મિક ચેરિટીનું FCRA રજિસ્ટ્રેશન રદ થાય અથવા રિન્યૂ ન થાય, તો આ નવા કાયદા હેઠળ ભારત સરકાર તેના પર નિયંત્રણ મેળવી શકે છે. આ જોગવાઈઓથી ખ્રિસ્તી સંસ્થાઓ પર અસર પડશે અને તેનાથી ભારત-USના દ્વિપક્ષીય સંબંધો પર પણ માઠી અસર પડી શકે છે.

અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ- FCRA અમારો આંતરિક મામલો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે,

અમે FCRA અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ જોઈ છે. ભારતને લગતી કાયદાકીય બાબતો એ અમારો આંતરિક મામલો છે, જેના પર દેશની સંસદ દ્વારા નિર્ણયો લેવામાં આવે છે. હું સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે અમેરિકા સહિત એવા કેટલાય દેશો છે જે વિદેશી ફંડિંગના પ્રવાહનું નિયમન કરે છે.

કેન્દ્ર સરકાર અનુસાર, FCRAના આ સુધારાનો મુખ્ય હેતુ વિદેશી ફંડમાંથી ઊભી કરવામાં આવેલી જાહેર સંપત્તિઓનું રક્ષણ કરવાનો છે. જો કોઈ સંસ્થાનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય, તો પણ તેની પ્રવૃત્તિઓ કાયદાકીય રીતે ચાલુ રહે તે માટે એક સત્તાવાર ઑથોરિટી અસ્થાયી રૂપે વહીવટ સંભાળશે. સરકારે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો આવી મિલકતોમાં પૂજાના સ્થળો કે ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ થતો હોય, તો Designated Authorityએ તેનું ધાર્મિક સ્વરૂપ અને પવિત્રતા જાળવી રાખીને જ વહીવટ કરવાનો રહેશે.