For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, આંતર ધર્મિય લગ્ન પર હાઈકોર્ટનો ચુકાદો

Updated: Nov 24th, 2020

યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, આંતર ધર્મિય લગ્ન પર હાઈકોર્ટનો ચુકાદોલખનૌ, તા. 24 નવેમ્બર 2020, મંગળવાર

દેશભરમાં લવ જેહાદના છેડાયેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે આંતર ધર્મિય લગ્ન પર મહત્વનો ચુકાદો આપીને કહ્યુ છે કે, યુવાઓેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.કાયદો બે પુખ્ત વ્યક્તિઓને એક બીજા સાથે રહેવાની પરવાનગી આપે છે.

અલ્હાબાદના કુશીનગરમાં રહેતા સલામત અન્સારી અને પ્રિયંકા ખરવારે પરિવારની મરજી વિરુધ્ધ લગ્ન કર્યા હતા.બંનેએ મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બાદ પ્રિયંકા મુસ્લિમ ધર્મ અપનાવીને આલિયા બની ગઈ છે.પ્રિયંકાના પરિવારે પુત્રીના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એ પછી સલામત તેમજ પ્રિયંકા ઉર્ફે આલિયા હાઈકોર્ટમાં ગયા હતા અને પોલીસ ફરિયાદ રદ કરવા માટે માંગણી કરી હતી.બીજી તરફ પ્રિયંકાના પિતાએ કહ્યુ હતુ કે, લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવા પર પ્રતિબંધ છે અને એટલે જ આ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી.

જોકે કોર્ટે કહ્યુ હતુ કે, પ્રિયંકા ઉર્ફે આલિયા તેમજ સલામતને કોર્ટ હિન્દુ મુસ્લિમ તરીકે જોતી નથી અને બે યુવાઓના સ્વરુપે જુએ છે.બંધારણે તેમને પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર આપ્યો છે.તેમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં.

સાથે સાથે કોર્ટે કહ્યુ હતુ કે, પુત્રી પિતાને મળવા માંગે છે કે નહીં તે પિતાની મરજી પર નિર્ભર રહેશે.જોકે પુત્રી પરિવાર સાથે યોગ્ય વ્યવહાર કરશે તેવી કોર્ટને આશા છે.

Gujarat