રાહુલ ગાંધીના આરોપો પર અજિત પવારનું મોટું નિવેદન, 'ચૂંટણી પંચે સાચા-ખોટાનો જવાબ આપવો જોઈએ'
Maharashtra Election: મહારાષ્ટ્રમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાહુલ ગાંધીના આરોપો પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પ્રતિક્રિયા આપી છે. મંગળવારે (12 ઓગસ્ટ) મુંબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં પવારે કહ્યું કે, 'કેટલાક લોકોને સફળતા નથી મળી રહી એટલા માટે આવું બોલે છે. બંધારણના હિસાબથી જે પણ પોતાના સવાલ રાખવા ઈચ્છે તેઓ રાખી શકે છે. શું ખોટું છે અને શું સાચું છે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ.'
શું મેં બારામતીમાં ગડબડ કરી?: અજિત પવાર
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'બારામતીમાં લોકસભાની ચૂંટણીમાં અમારા ઉમેદવારને 48 હજાર મત ઓછા મળ્યા. પરંતુ પાંચ મહિના બાદ એ જ મતદાર મને એક લાખથી વધુ મતોથી વિધાનસભા ચૂંટણીમાં જીતાડે છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં મેં સ્વીકાર કર્યો હતો. બાદમાં હું જીતીને આવ્યો તો શું મેં ગડબડ કરી?'
સાચું છે કે ખોટું ચૂંટણી પંચે ચેક કરવું જોઈએ: અજિત પવાર
એક એડ્રેસ પર 100-100 લોકો મળે છે, આ સવાલ પર તેમણે કહ્યું કે, 'આ ચૂંટણી પંચ જોશે. તેઓ સાચું છે કે ખોટું છે, તે ચેક કરવું જોઈએ. ખોટું છે તો તે હિસાબથી ધ્યાન આપવું જોઈએ. સાચું હશે તો તે બતાવવું જોઈએ.'
વિપક્ષ વાળા જીતે તો બધું બરાબર, હારે તો ફરિયાદ: અજિત પવાર
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'જ્યારે પણ વિપક્ષ વાળા કોઈ રાજ્ય જીતે છે તો બોલે છે અને ઈવીએમ પણ સારું છે, ચૂંટણી પંચ પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. જ્યારે ખરાબ રીતે હારે છે તો ચૂંટણી પંચ અંગે કંઈ ને કંઈ ફરિયાદો શરૂ થઈ જાય છે. ઈવીએમ અંગે પણ શરૂ થઈ જાય છે. ઈવીએમ એક જમાનામાં શરૂ થયું છે, ત્યારે કોની સરકાર હતી, તે તમને પણ ખબર છે.'