India

એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ રદ કરી, 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ 21 જૂનથી 15 જુલાઈ-2025 વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ પરની ફ્લાઈટો રદ કરવાનો અને અન્ય 16 રૂટ પર ફ્લાઈટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટના બાદ ફ્લાઈટના સંચાલનમાં ઉભી થયેલી અડચણોના કારણે આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ રદ કરી, 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

Air India To Cut Flight's : ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ 21 જૂનથી 15 જુલાઈ-2025 વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ પરની ફ્લાઈટો રદ કરવાનો અને અન્ય 16 રૂટ પર ફ્લાઈટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટના બાદ ફ્લાઈટના સંચાલનમાં ઉભી થયેલી અડચણોના કારણે આ નિર્ણય લેવાયો છે.

16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમે ફ્લાઈટના સમયપત્રકને યોગ્ય કરવા તેમજ અંતિમ સમયે પ્રવાસીઓને થતી સમસ્યા અટકાવવા માટે આ નિર્ણય લીધો છે. એરલાઈન્સે એવું પણ કહ્યું છે કે, આ વચગાળાનો નિર્ણય 15 જુલાઈ સુધી લાગુ રહેશે.

ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ

એર ઈન્ડિયાએ જે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો રદ કરી છે, તેમાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગૈટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગૈટવિક) સામેલ છે. જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય રૂટો પરની 16 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોની સંખ્યા ઘટાડી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાતથી સૌથી નજીક ચાબહાર પોર્ટ પર સંકટ... ભારતનું વધ્યું ટેન્શન, દાવ પર લગભગ 4771 કરોડ રૂપિયા

એર ઈન્ડિયાઓ ફ્લાઈટો રદ અને ઘટાડવાનું કારણ જણાવ્યું

એર ઈન્ડિયાએ કહ્યું કે, ફ્લાઈટના ટેકઓફ પહેલા તમામ સુરક્ષા માનકોની કડક તપાસ કરવા માટે વધુ સમયની જરૂર હોવાના કારણે તેમજ મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ થતા ફ્લાઈટના સમયમાં વધારો થયો હોવાના કારણે ફ્લાઈટો રદ કરવાનો અને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમારી ટીમ પ્રવાસીઓના સંપર્કમાં

એર ઈન્ડિયાએ સમસ્યાનો સામનો કરી રહેલા પ્રવાસીઓની ફરી માફી માગીને કહ્યું છે કે, ‘પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઈટો, ફ્રી રી-શેડ્યૂલિંગ અને સંપૂર્ણ રિફંડ જેવા વિકલ્પો મળશે. પ્રવાસીઓને કોઈ સમસ્યા ન થાય અને તેઓ ફરી પ્લાન બનાવી શકે તે માટે અમારી એરલાઈન્સની ટીમ સીધો જ પ્રવાસીઓનો સંપર્ક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા એર ઈન્ડિયાએ વાઈડ-બોડી વિમાની ફ્લાઈટોમાં 15 ટકા કપાત કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : અક્ષય કુમારની 'કેસરી 2' ફિલ્મ પર વિવાદ: મેકર્સ વિરુદ્ધ FIR દાખલ, મમતા બેનરજીએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ