For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એર ઈન્ડિયાની 100% હિસ્સેદારી વેચશે સરકાર: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

Updated: Dec 12th, 2019

Article Content Image
નવી દિલ્હી, તા. 12 ડિસેમ્બર 2019, ગુરુવાર

નાણાંકિય સંકટમાંથી પસાર થઈ રહેલી એર ઈન્ડિયાને સરકારે વેચવાની તૈયારી કરી લીધી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીર સિંહ પુરીએ કહ્યું કે, સરકાર એર ઈન્ડિયાની 100% હિસ્સેદારી વેચશે. તેમણે આ વાત લોકસભામાં કરી. તેઓ આ પહેલા રાજ્યસભામાં કહી ચૂક્યા છે કે, એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહી થવાની સ્થિતીમાં તેને બંધ કરવી પડશે. જો કે તેમણે કહ્યું કે, દરેક કર્મચારીઓ માટે એક જ સોદો નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું, હું તે હદ સુધી જઈશ અને તે કહીશ, તે બાદ તેમણે કહ્યું કે, ખાનગીકરણ નહી થવા પર એરલાઈન્સને બંધ કરી દેવામાં આવશે.

સરકારે આ સરકારી કંપનીમાં પોતાની સંપૂર્ણ હિસ્સેદારી વેચવા માટે બોલી દસ્તાવેજ તૈયાર કરી રહી છે અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને પૂર્ણ કરવાની સમય મર્યાદા 31 માર્ચ નિર્ધારિત કરવામાં આવી છે. પહેલાંના પ્રયાસોમાં મોદી સરકારે મે 2018માં પોતાની 76% ભાગીદારી વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઈંટ્રેસ્ટ આમંત્રિત કર્યાં હતા પરંતુ બોલીના પહેલા તબક્કામાં એક પણ ખાનગી પાર્ટીએ રસ દાખવ્યો નહી.
Gujarat