India

એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 22% અને ઈન્ડિગોની 7 સુધીનો ઘટાડો કરવાની જાહેરાત

By GS Team
27 May 20262 mins read
TukuTouch Logo
જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo) એ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 1 જૂન 2026 થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 22% અને ઈન્ડિગોની 7 સુધીનો ઘટાડો કરવાની જાહેરાત

High Fuel, Low Fly: Airlines Cut Capacity : એવિયેશન ટર્બાઈન ફ્યૂઅલ (ATF)માં સતત વધતા ભાવ અને તેના કારણે ભારતીય એરલાઈન્સ કંપનીઓના સંચાલન પર નકારાત્મક અસર પડી રહી છે. આ સ્થિતિમાં દેશની અગ્રણી વિમાન કંપનીઓ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જૂનથી ઓગસ્ટ 2026 દરમિયાન વિવિધ ફ્લાઈટ્સમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 22 ટકા સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે, જ્યારે ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 5-7 ટકા અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં 17 ટકા સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવી છે.

એર ઈન્ડિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂન અને ઓગસ્ટ 2026 વચ્ચેના ત્રણ મહિનાના સમયગાળા માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઈટ્સ ઘટાડવાના અગાઉના નિર્ણય બાદ, હવે કેટલાક ઘરેલું રૂટ્સ પર પણ ફ્લાઈટ્સની સંખ્યા (ફ્રિકવન્સી) કામચલાઉ ધોરણે ઓછી કરવામાં આવી છે. કંપનીના જણાવ્યાનુસાર, ફ્યૂઅલના ઊંચા ભાવોની સમગ્ર ઓપરેશન્સ પર પડી રહેલી સતત અસરને કારણે આ આર્થિક ફેરફાર કરવો પડ્યો છે.

ક્રૂડના ભાવ વધારાની નકારાત્મક અસર 

છેલ્લા આશરે ત્રણ મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં તણાવ વધતાં વૈશ્વિક ઊર્જા બજારો દબાણ હેઠળ છે. વૈશ્વિક સ્તરે ઓઈલના પરિવહન માટેના સૌથી મહત્ત્વના માર્ગમાંના એક 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર સર્જાયેલી અડચણોને કારણે ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

જો કે, હાલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ થોડા ઘટીને બેરલ દીઠ 96 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આમ છતાં, જિયોપોલિટિકલ તણાવ વધ્યા પહેલાના સ્તર કરતાં આ કિંમતો હજી પણ ઘણી વધારે છે, જેના કારણે એરલાઈન્સ કંપનીઓ માટે ફ્લાઈટ્સનું સંચાલન કરવું આર્થિક રીતે પડકારજનક બન્યું છે.

જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo)એ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 1 જૂન 2026થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે. રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયા 20થી 25 ટકા સ્થાનિક ફ્લાઈટો ઘટાડી શકે છે.

આ પણ વાંચો : કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો

ફ્લાઇટ્સ ઘટાડવાનું મુખ્ય કારણ શું છે?

એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATFના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના (ATF) ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર 80,000થી વધીને 1 લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.