Get The App

મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર 1 - image

File Photo



Air India Flight Bird Hit: એર ઇન્ડિયાનું એક વિમાન અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચ્યું. મંગળવારે (7 ઑક્ટોબર) કોલંબો-ચેન્નઈની ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાઈ ગયું હતું, જેના કારણે એરલાઇને પોતાની વાપસી યાત્રા રદ કરવી પડી હતી. આ સિવાય ઇન્ડિગોની એક ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ચેન્નઈથી કોલંબો જતી ફ્લાઇટ AI-273 (A320 VT-TNH) સાથે એક પક્ષી અથડાયું હતું. આ ઘટના રાત્રે આશરે 1:55 વાગ્યે કોલંબો ઍરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થઈ હતી. જોકે, આ ઘટના બાદ તેને સામાન્ય ગણી પણ વિમાનને ઉડાન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું. ત્યાર બાદ જ્યારે આ જ વિમાન AI-274ના રૂપે સવારે 4:34 વાગ્યે કોલંબોથી ચેન્નઈ પરત ફરી રહ્યું હતું તો ટેક્નિકલ ટીમે રુટીન તપાસ કરી, જેમાં ફેન બ્લેડમાં નુકસાન જોવા મળ્યું. 

હવે તાત્કાલિક રૂપે વિમાનને હાલ AOG (એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ) જાહેર કરી તેને સેવામાંથી બહાર કરવામાં આવ્યું છે. તેને ઠીક કરવામાં આવશે અને સંપૂર્ણ તપાસ બાદ જ તેનો ફરી ઉપયોગ કરવામાં આવશે. ઍરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 158 મુસાફરી હતા.

આ પણ વાંચોઃ પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો

ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ

ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહી હતી, પરંતુ ભારતીય વાયુસેનાની એક્સરસાઇઝના કારણે તેને લખનૌ મોકલી દેવામાં આવી હતી. 

Tags :