હરિયાણાના એડીજીપીની ગોળી મારી આત્મહત્યા, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર

Haryana ADGP Death: હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારી અને વર્તમાન એડીજીપી પદ પર તૈનાત વાય.એસ. પુરને ચંદીગઢના સેક્ટર 11માં પોતાને જ ગોળી મારી આપઘાત કર્યો છે. પૂરનના પત્ની પણ એક આઈએએસ અધિકારી છે. તેઓ હાલ મુખ્યમંત્રી મનોહર લાલ સૈની સાથે જાપાનમાં ફરજ પર હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યા પ્રમાણે, તેમની પત્ની આઈએએસ અધિકારી છે. અને તે હાલ જાપાનમાં મુખ્યમંત્રી નાયબ સૈની સાથે ફરજ પર છે. વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યું હતું. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ ઘટનાસ્થળ અને સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી છે.
હરિયાણાની 2001ની બેચના આઈપીએસ અધિકારી વાય.એસ. પૂરન પોતાની પ્રમાણિકતા માટે પ્રચલિત હતા. હાલ તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સંભવિત તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.