Get The App

પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો 1 - image

Image: X @AKSHARASINGH1



Bihar Election 2025: બિહારમાં ચૂંટણી દરમિયાન ભોજપુરી સ્ટાર અને નેતાઓની રાજકીય ખીચડી રંધાવા લાગી છે. પાવરસ્ટાર પવન સિંહ બાદ હવે જાણીતી ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહે બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહ સાથે મુલાકાત કરી છે. થોડા દિવસ પહેલાં પવન સિંહે ઉપેન્દ્ર કુશવાહા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ભગવો ધારણ કર્યો હતો. વળી, લોકગાયિકા મૈથિલી ઠાકુરે પણ ઓફર મળ્યા બાદ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ચૂંટણી દરમિયાન અક્ષરા અને ગિરિરાજની મુલાકાત બાદ અનેક પ્રકારની રાજકીય અટકળો શરુ થઈ છે. જોકે, હજુ સુધી એ જાણ નથી થઈ શકી કે, બંને વચ્ચે મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ હતી.

આ પણ વાંચોઃ સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી

અક્ષરા સિંહ અને ગિરિરાજની મુલાકાત

ગિરિરાજ સિંહ સાથે મુલાકાત બાદ અક્ષરા સિંહે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને લખ્યું કે, 'આજે માનનીય ગિરિરાજ સિંહ સાથે શિષ્ટાચાર મુલાકાત અને આશીર્વાદ મળ્યા.' 

આ પોસ્ટ બાદ યુઝર્સે અક્ષરા ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવાનું શરુ કર્યું હતું. જોકે, અક્ષરાના સોશિયલ મીડયા પોસ્ટ બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. આ ફક્ત શિષ્ટાચાર મુલાકાત હતી કે તેની પાછળ કોઈ રાજકીય કારણ હતું તે હજુ સ્પષ્ટ નથી થયું. 

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ

જનસુરાજના મંચ પર પણ જોવા મળી અક્ષરા

અક્ષરા સિંહ વર્ષ 2023માં પોતાના પિતા સાથે પ્રશાંત કિશોરની જન સુરાજના મંચ પર પણ જોવા મળી હતી. તેણે પ્રશાંત કિશોરના ખૂબ વખાણ કર્યા હતા. ત્યાર બાદ એવી ચર્ચા તેજ થઈ કે, તે જનસુરાજ પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ, આવું કશું થયું નહીં. તે વખતે તેણે કહ્યું હતું કે, 'મારે કોઈ પાર્ટી સાથે નથી જોડાવું, હું ફક્ત વિચારધારા માટે જોડાઈ છું.' 

Tags :