Get The App

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પરત ફર્યું

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પરત ફર્યું 1 - image
Image tata Group

Air India Delhi to San Francisco Flight Diverted: દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI173માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતાં તેને બુધવારે સવારે પરત દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. બોઇંગ 777-300 ER (Boeing 777-300 ER) એરક્રાફ્ટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે 230 જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે.

ચાઇના એરસ્પેસમાંથી પ્લેન પાછું વળાયું: 8કલાક હવામાં રહ્યું

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com ના ડેટા અનુસાર, આ ફ્લાઇટે દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ આશરે ૩ કલાકથી વધુનો સમય હવામાં રહ્યું હતું. પ્લેન જ્યારે ચીનની એરસ્પેસમાં હતું, ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. પાઇલટે નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આખી પ્રક્રિયા દરમિયાન પ્લેન આશરે 8 કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહ્યું હતું અને આખરે બુધવારે સવારે દિલ્હીમાં તેનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 'SIR પ્રક્રિયા હાથ ધરવી ચૂંટણી પંચને અધિકાર...', સુપ્રીમ કોર્ટે તમામ અરજી ફગાવીને આપ્યો ચુકાદો

એર ઇન્ડિયાએ મુસાફરો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થા

આ ગંભીર ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, "27 મેના રોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ AI173 ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ દિલ્હી પરત ફરી છે. એરક્રાફ્ટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને હવે એર ઇન્ડિયાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ મુજબ તેની ઝીણવટભરી તકનીકી તપાસ કરવામાં આવશે. 

એરલાઇન્સે મુસાફરોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો

એરલાઇન્સે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, તમામ 230 મુસાફરોને વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યાં સુધી એરપોર્ટ પર હાજર ગ્રાઉન્ડ ટીમ દ્વારા મુસાફરોને રિફ્રેશમેન્ટ (નાસ્તો-પાણી), હોટેલ સ્ટે અને તેમની પસંદગી મુજબ ટિકિટ રિશેડ્યુલિંગ સહિતની તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.