India

ટેક્નિકલ ખામી-મેન્ટેનન્સના કારણે એર ઈન્ડિયાની વધુ ત્રણ ઉડાનો રદ, અઠવાડિયામાં 86 ફ્લાઇટ થઈ કેન્સલ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
એક દિવસ પહેલા DGCAએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં (12 જૂનથી 17 જૂન સાંજે 6 વાગ્યા સુધી) એર ઈન્ડિયાના 83 ઉડાનો રદ થઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક્નિકલ ખામી-મેન્ટેનન્સના કારણે એર ઈન્ડિયાની વધુ ત્રણ ઉડાનો રદ, અઠવાડિયામાં 86 ફ્લાઇટ થઈ કેન્સલ

Air India International Flights Cancels: એક દિવસ પહેલા DGCAએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં (12 જૂનથી 17 જૂન સાંજે 6 વાગ્યા સુધી) એર ઈન્ડિયાના 83 ઉડાનો રદ થઈ ગઈ છે. ત્યારે હવે આ સંખ્યામાં હજુ વધારો થયો છે. આજે એર ઈન્ડિયાની વધુ ત્રણ ઇન્ટરનેશનલ ઉડાનો ટેક્નિકલ ખામી અને અન્ય સમસ્યાઓના કારણે રદ થઈ છે.

18 જૂને એર ઈન્ડિયાની ત્રણ ઉડાન રદ

આજે એર ઈન્ડિયાની ત્રણ ઉડાનો રદ થઈ છે. જેમાં ટેક્નિકલ ખામી, મેન્ટેનન્સ અને સુરક્ષા સંબંધીત કારણો જણાવાયા છે. ખાસ વાત એ છે કે તેમાંથી બે ઉડાનોમાં મુસાફર પહેલાથી જ વિમાનમાં સવાર થઈ ચૂક્યા હતા. જ્યારબાદ ઉતારાયા. એર ઈન્ડિયા હાલના દિવસોમાં ગંભીર ટેક્નિકલ પડકારોનો સામનો કરી રહ્યું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ફ્લાઈટ્સ રદ કરાઈ રહી છે, પરંતુ તેનાથી મુસાફરોને ખુબ અસુવિધા પણ થઈ રહી છે.

આ પણ વાંચો: રાયપુર એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો ગેટ ન ખુલ્યો, 30 મિનિટ પૂર્વ CM ભૂપેશ બધેલ સહિતના મુસાફરો ફસાયા

કઈ-કઈ ફ્લાઈટ થઈ રદ?

 ટોરન્ટોથી દિલ્હીની ઉડાન (AI188) - આ ઉડાન મેન્ટેનન્સ વધુ ચાલવા અને ફ્લાઈટ ક્રૂની ડ્યુટીની સમય મર્યાદા પાર થવાના કારણે રદ થઈ ગઈ. આ ઉડાનોમાં મુસાફરો પહેલાથી જ વિમાનમાં બેસી ચૂક્યા હતા. બાદમાં તેમને ઉતારીને ફ્લાઈટ રદ કરાઈ.

 દુબઈથી દિલ્હીની ઉડાન (AI996) - આ ઉડાન ટેક્નિકલ ખામીના કારણે રદ થઈ. આ ઉડાનમાં પણ મુસાફરોને વિસમાં બેસાડી દેવાયા હતા, પરંતુ બાદમાં તેમને પણ ઉતારવા પડ્યા.

• દિલ્હીથી બાલીની ઉડાન (AI2145) - આ ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ અધવચ્ચેથી જ પરત દિલ્હી પરત ફરી હતી. બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી વિસ્ફોટના સમાચાર બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેને પરત બોલાવી લેવાઈ. તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારી દેવાયા.

આ પણ વાંચો: એર ઈન્ડિયાના વિમાનની 11A સીટ પર બેઠેલા વિશ્વાસનો જીવ બચવાનું કારણ આવ્યું સામે! જાણો શું છે નવી થિયરી

એર ઈન્ડિયાએ શું કહ્યું?

એરલાઈને કહ્યું કે, તેઓ તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે, જેથી તેમને જલ્દીથી જલ્દી તેમના સ્થળ સુધી પહોંચાડી શકાય. સાથે જ મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા વગર કોઈ વધારાના ચાર્જ સાથે નવા બુકિંગની સુવિધા અપાઈ રહી છે.