Gujarat

એર ઈન્ડિયાના વિમાનની 11A સીટ પર બેઠેલા વિશ્વાસનો જીવ બચવાનું કારણ આવ્યું સામે! જાણો શું છે નવી થિયરી

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ભયાનક દુર્ઘટનામાં તમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, પરંતુ એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું, જે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાન ક્રેશ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

એર ઈન્ડિયાના વિમાનની 11A સીટ પર બેઠેલા વિશ્વાસનો જીવ બચવાનું કારણ આવ્યું સામે! જાણો શું છે નવી થિયરી

Ahmedabad Plane Crash : એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ભયાનક દુર્ઘટનામાં તમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, પરંતુ એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું, જે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાન ક્રેશ થયું હતું.

આ પણ વાંચો : Ahmedabad Plane Crash LIVE : 206 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 169ના મૃતદેહ સોંપાયા

સાંકડી જગ્યા અને ભીની માટીને કારણે બચી ગયો હતો

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિશ્વાસ કુમાર રમેશનો જીવ એક સાંકડી જગ્યા અને ભીની માટીને કારણે બચી ગયો હતો. વિમાન દુર્ઘટના દરમિયાન તેઓ બે ઇમારતો વચ્ચેની એક જગ્યાએ પડ્યા હતા. જ્યાં પહેલેથી જ નરમ અને ભીની માટીનો ઢગલો હતો. વિશ્વાસ કુમાર રમેશ આ ઢગલા પર પડ્યા હતા. આ માટીના કારણે તેમને સામાન્ય ઈજા થઈ પણ જીવ બચી ગયો હતો. 

...તો 11A પર બેઠેલા વિશ્વાસ કુમારનું બચવું અશક્ય હતું

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જો વિમાનમાં આંતરિક વિસ્ફોટ થયો હોત તો સીટ નંબર 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશ માટે બચવું અશક્ય હતું. તેથી નિષ્ણાતોનું માનવું છે કે તેમના બચવાનું સૌથી મોટું કારણ તે સ્થાન હતું, જ્યાં તેઓ પડ્યા હતા.

આ પણ વાંચો : PM મોદીએ G7માં રજૂ કરી ‘4A ફોર્મ્યુલા’, ભારતીય અર્થતંત્ર અંગે પણ કરી મહત્ત્વની વાત

આ દુર્ઘટના વચ્ચે એક ચમત્કાર

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. પરંતુ આ દુર્ઘટના વચ્ચે ઈશ્વરનો ચમત્કાર થયો, અને વિશ્વાસ કુમાર રમેશ અકસ્માતના કાટમાળમાંથી બહાર નીકળતા હતા તેનો એક વીડિયો પણ જોવા મળ્યો. તેઓ ધીમે ધીમે બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમની પાછળ કાળા ધુમાડાના ગોટેગોટા ઉછળતા હતા.