India

અરુણાચલ પ્રદેશ પર ચીનના કબજાનો દાવો કરતો AI વીડિયો વાઈરલ, કિરેન રિજિજુએ કોંગ્રેસને ઘેરી

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર ચીન અંગે નકલી AI વીડિયો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે દુશ્મનના દુષ્પ્રચારને ટેકો આપ્યો છે, જે 'ગદ્દારી' સમાન છે. ભારતીય સેનાએ પણ આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે. સેનાના ફેક્ટ ચેક મુજબ, આ વીડિયો 27 ઓક્ટોબર 2023ના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગનો છે, જેમાં ચીન કે સામાન અંગે કોઈ નિવેદન અપાયું નહોતું. રિજિજુએ કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરુણાચલ પ્રદેશ પર ચીનના કબજાનો દાવો કરતો AI વીડિયો વાઈરલ, કિરેન રિજિજુએ કોંગ્રેસને ઘેરી

Kiren Rijiju Slams Congress Over Fake AI Video: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ચીનને લઈને એક નકલી AI વીડિયો ફેલાવીને દુશ્મનના દુષ્પ્રચારનો ખુલ્લેઆમ સાથ આપ્યો છે. તેમણે આ કૃત્યને 'ગદ્દારી' ગણાવતા કોંગ્રેસ પાસે દેશની માફી માંગવાની માંગ કરી છે. ભારતીય સેનાના ફેક્ટ ચેક હેન્ડલે પણ આ વીડિયોને બનાવટી અને ઉપજાવી કાઢેલો ગણાવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપલોડ કરાયેલા એક વીડિયોથી થઈ, જેને બિહારના એક કોંગ્રેસ નેતાએ પોસ્ટ કર્યો હોવાનો દાવો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાના હવાલેથી એવું દર્શાવવામાં આવ્યું હતું કે, ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારો જેવા કે અસફિલા, લોંગજુ અને ટકસિંગ સર્કલ પર કબજો કરી લીધો છે, અને ભારતીય સૈનિકોને પૂરતો સામાન મળી રહ્યો નથી.

સેનાએ ખોટા દાવાઓની પોલ ખોલી

'ઇન્ડિયન આર્મી ફેક્ટ ચેક' હેન્ડલે સ્પષ્ટ કર્યું કે, 'આ વીડિયો ડિજિટલ રીતે બદલાયેલો છે. વાસ્તવિક ફૂટેજ 27 ઓક્ટોબર 2023 ના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગનું છે, જે તે સમયના 28 ઇન્ફન્ટ્રી ડિવિઝનના GOC મેજર જનરલ ગિરીશ કાલિયાએ આ બ્રિફિંગ આપી હતી. તેમણે તે સમયે ચીનના કબજા કે સેનાને સામાન ન મળવા જેવું કોઈ નિવેદન આપ્યું ન હતું.'

હાલ આ સમગ્ર મામલે અરુણાચલ પ્રદેશના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સવાલ કર્યો છે કે, શું કોંગ્રેસમાં દેશ વિરુદ્ધ દુશ્મનોના પ્રચારનું સમર્થન કરવાની હિંમત છે, અને શું તે આ માટે માફી નહીં માંગે?