Get The App

કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગયા

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગયા 1 - image
File Photo

Fake Trump App Scam: કર્ણાટકમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક સાયબર ગઠિયાઓએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામે એક ફેક એપ બનાવી હતી. આ એપ થકી તેમણે અનેક લોકોને ઊંચા વળતરની લાલચ આપીને એક કરોડથી વધુ રૂપિયા સેરવી લીધા છે. આ મુદ્દે કેટલાક લોકો પોલીસ ફરિયાદ કરાવવા આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. 

ફેક એપ થકી લોકો સાથે કરી છેતરપિંડી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સાયબર ગઠિયાઓએ ‘ટ્રમ્પ હોટેલ રેન્ટલ’ જેવા નામે એક એપ ડિઝાઈન કરી હતી. તેના પર ટ્રમ્પનો એક AI જનરેટેડ વીડિયો બનાવીને લોકોને હાઈ રિટર્નની લાલચ આપી હતી. આ વીડિયો જોઈને અનેક લોકોએ ફેક એપ થકી લાખોનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચોઃ લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે RJDમાંથી કર્યા સસ્પેન્ડ, ગઈકાલે રિલેશનશિપ અંગે કરી હતી પોસ્ટ

મોટા ઈનામની લાલચે કરાવ્યું રોકાણ

મળતી માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ તેમની ઝાળમાં ફસાયેલા પીડિતોને તેમની સ્કીમમાં રોકાણ કરવા માટે મોટા ઈનામનું વચન આપ્યું હતું. આ સાથે જ ઘરેથી કામ કરવાની પણ તક આપવામાં આવી હતી. ફક્ત કર્ણાટકના હાવેરી જિલ્લામાં જ 15થી વધારે આવા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ

એક પીડિતે આ વિશે કહ્યું કે, 'અમને ખાતા ખોલવા માટે 1500 રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું અને કંપનીની પ્રોફાઇલ ખોલવાનું કહેવાયું હતું. દરેક આવું કામ પૂરૂ કરવાની સાથે મારા ડેશબોર્ડ પર કથિત રૂપે કમાયેલા રૂપિયામાં વધારો થતો. જોકે, હકીકતમાં મેં 1 લાખથી વધુ રૂપિયા ગુમાવી દીધા હતા.'

Tags :