વિશ્વની સૌથી મોંઘી વીડિયો ગેમ GTA-6નું AI ક્લોન તૈયાર કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગેમને બનાવવામાં 1 અબજ ડોલરનો ખર્ચ કરાયો હતો
- હેકર્સે એઆઈ ટૂલ્સની મદદથી મૂળ ગેમ જેવી જ ગેમ તૈયાર કરી સ્ક્રીનશોટ શેર કર્યા : ગેમને પીસી પર પણ શરૂ કરી
કેલિફોર્નિયા : વિશ્વની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ્સમાં સ્થાન ધરાવતી ગ્રાન્ડ થેફ્ટ ઓટો-૬ હવે એઆઈને કારણે ચર્ચામાં આવી છે. ગેમના ડેવલપર દ્વારા તેના કમ્પ્યુટર વર્ઝનની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ, કેટલાક ગેમર્સ અને કોડર્સે એઆઈ ટૂલ્સ અને લીક થયેલી ગેમ ફાઈલ્સની મદદથી તેનું અનઓફિશિયલ પીસી વર્ઝન બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. રિપોર્ટ મુજબ, હેકર્સે જીટીએ-૬ના એક્સબોક્સ ડેવલપમેન્ટ બિલ્ડ લીક કર્યા હતા. ત્યારબાદ, ગેમને પીસી પર ચલાવવા માટે જરૂરી ઈએક્સઈ ફાઈલ પણ લીક કરવામાં આવી હતી. આ ફાઈલ લીક થયા બાદ એઆઈની મદદથી ગેમને પીસી પર ચલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હેકર્સ દ્વારા એન્થ્રોપિકના ઓપસ ૫.૫ મોડલ અને ક્લોડ કોડ જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ ગેમના કોડ સમજવા, તેમાં ફેરફાર કરવા અને પીસી પર ચાલે તેવું વર્ઝન તૈયાર કરવા માટે થઈ રહ્યો છે.
એક તરફ, હેકર્સ એઆઈ મદદથી મૂળ ગેમ જેવી જ નવી ગેમ તૈયાર કરી રહ્યા છે. અને બીજી તરફ, રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા પહેલાથી તૈયાર ગેમના કોડને સમજવાનો અને તેમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જાણકારોના મતે, એઆઈની મદદથી ગેમની નકલ તૈયાર કરવી હવે પહેલા કરતા સરળ બની છે. કેટલાક લોકોએ પીસી પર ગેમ શરૂ કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. આ મામલો જીટીએ-૬ પૂરતો મર્યાદિત નથી. એઆઈની મદદથી અનેક ગેમ્સની નકલ તૈયાર કરવામાં આવી રહી છે.




