For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ ઠાકરેની MNSની મ્યુઝિક કંપનીઓને ચેતવણી, પાકિસ્તાની ગાયકો સાથે કામ કર્યુ તો ...

Updated: Feb 17th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 17. ફેબ્રુઆરી 2019 રવિવાર

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ચારે તરફથી પાકિસ્તાન પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ શનિવારે જ મ્યુઝિક કંપનીઓને પાકિસ્તાન ગાયકો સાથે કામ નહી કરવા માટે ચેતવણઈ આપી દીધી છે.એ પછી ટી સિરિઝે પોતાની યૂ ટયૂબ ચેનલ પરથી પાકિસ્તાની ગાયકોના ગીતો હટાવી દીધા છે.

મનસેની ફિલ્મ વિંગના પ્રમુખ અમય ખોપકરે કહ્યુ હતુ કે જેટલી પણ મ્યુઝિક કંપનીઓ છે તેમને અમે મૌખિક રીતે પાકિસ્તાની ગાયકો સાથે કામ નહી કરવા માટે કહ્યુ છે.નહીતર અમે અમારી સ્ટાઈલમાં તેમની સામે કાર્યવાહી કરશું.

તેમનો દાવો છે કે એ પછી ટી સિરિઝે આતિફ અસલમ અને રાહત ફતેહઅલી ખાનના ગીતો યૂ ટ્યૂબ ચેનલ પરથી હટાવી દીધા છે.

આ પહેલા પણ 2016માં જ્યારે ઉરી એટેક થયો હતો ત્યારે રાજ ઠાકરેની પાર્ટીએ 48 કલાકમાં પાકિસ્તાની કલાકારોને દેશ છોડવા માટે ચેતવણી આપી હતી.

Gujarat