India

ભાજપ પર કોર્પોરેટ જગત મહેરબાન, જાણો 3,811 કરોડની જંગી રકમમાંથી કયા પક્ષને મળ્યું કેટલું ભંડોળ

By GS TEAM
21 Dec 20253 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના એક વર્ષ પછી, એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછીના પ્રથમ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને ભંડોળનો નોંધપાત્ર પ્રવાહ મળ્યો છે. રાજકીય દાનમાં ત્રણ ગણો વધારો નોંધવામાં આવ્યો છે. 2024-25 નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ 3,811 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાજપ સૌથી વધુ લાભાર્થી હતો. કોંગ્રેસને પણ કરોડોનું દાન મળ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપ પર કોર્પોરેટ જગત મહેરબાન, જાણો 3,811 કરોડની જંગી રકમમાંથી કયા પક્ષને મળ્યું કેટલું ભંડોળ

Electoral Bonds Ban: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના એક વર્ષ પછી, એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછીના પ્રથમ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને ભંડોળનો નોંધપાત્ર પ્રવાહ મળ્યો છે. રાજકીય દાનમાં ત્રણ ગણો વધારો નોંધવામાં આવ્યો છે. 2024-25 નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ 3,811 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાજપ સૌથી વધુ લાભાર્થી હતો. કોંગ્રેસને પણ કરોડોનું દાન મળ્યું હતું.

દાનમાં આપેલા 1,218 કરોડ રૂપિયા કરતાં ત્રણ ગણું

સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછી, કોર્પોરેટ-સમર્થિત ઈલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2024-25 નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ 3,811 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જે પાછલા 2023-24 નાણાકીય વર્ષમાં દાનમાં આપેલા 1,218 કરોડ રૂપિયા કરતાં ત્રણ ગણું વધારે છે. 

અહેવાલો અનુસાર, ચૂંટણી પંચને સુપરત કરાયેલ યોગદાનની વિગતો અનુસાર, શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ને આ રકમનો સૌથી મોટો હિસ્સો મળ્યો હતો. ભાજપને 3,112 કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના આશરે 82 ટકા હતા. આ દરમિયાન કોંગ્રેસને આશરે 299 કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના આશરે 8 ટકા હતા. અન્ય તમામ રાજકીય પક્ષોને સંયુક્ત રીતે 400 કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના આશરે 10 ટકા હતા.

આ પણ વાંચો: નોટ ગણતા ગણતા થાકી થઈ CBI! લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, પત્ની સામે પણ FIR

દેશમાં કેટલા ઈલેક્ટોરલ બોન્ડ રિજસ્ટર્ડ છે?

અહેવાલો અનુસાર, હાલમાં દેશમાં 19 ઈલેક્ટોરલ ટ્રસ્ટ નોંધાયેલા છે, પરંતુ 20મી ડિસેમ્બર સુધીમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર ફક્ત 13 ટ્રસ્ટની યોગદાનની વિગતો ઉપલબ્ધ હતી. આમાંથી નવ ટ્રસ્ટોએ દાનની જાણ કરી હતી, જ્યારે ચાર ટ્રસ્ટ (જનહિત, પરિવર્તન, જય હિંદ અને જય ભારત)એ 2024-25 નાણાકીય વર્ષમાં કોઈ દાન આપ્યું ન હતું. પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ આ વર્ષે ભાજપના સૌથી મોટા દાતા તરીકે ઉભરી આવ્યું છે, જેણે ભાજપને 2,180.07 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પ્રુડન્ટ ટ્રસ્ટને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ, ભારતી એરટેલ, અરબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ જેવી મોટી કંપનીઓ તરફથી દાન મળ્યું હતું. જોકે ટ્રસ્ટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીને પણ દાન આપ્યું હતું, પરંતુ લગભગ 82 ટકા દાન ભાજપને ગયું હતું.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 2024 માં ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને રદ કરી હતી, તેને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ પછી, કંપનીઓ અને વ્યક્તિઓ હવે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, UPI અથવા બેન્ક ટ્રાન્સફર દ્વારા રાજકીય પક્ષોને દાન આપી શકે છે, જેમાં પક્ષોએ આની જાણ ચૂંટણી પંચને કરવી જરૂરી છે. ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા દાન રાજકીય ભંડોળના એક મુખ્ય અને પારદર્શક માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે.