India

પ. બંગાળઃ કોકરોચ પાર્ટીના આંદોલન બાદ દારૂડિયા પ્રિન્સિપાલ સસ્પેન્ડ, 4 નવા શિક્ષકની પણ ભરતી

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
જેન આલ્ફાનું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દેશવ્યાપી બન્યું છે. CJPના અભિજિત દીપકે હિંગોળીમાં દારૂડિયા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાવ્યા. 4 નવા શિક્ષકો અને બેન્ચની વ્યવસ્થા કરાઈ. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં અભિયાનના કાર્યકર પર હુમલો થતાં તેમના પિતાનું નિધન થયું. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. દીપકે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

પ. બંગાળઃ કોકરોચ પાર્ટીના આંદોલન બાદ દારૂડિયા પ્રિન્સિપાલ સસ્પેન્ડ, 4 નવા શિક્ષકની પણ ભરતી

School Theek Karo Campaign : દેશના વિવિધ ભાગોમાં Gen-Alpha નું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન વ્યાપક બની રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી(CJP)ના સ્થાપક અભિજિત દીપકે હિંગોળી જિલ્લાના સંતુક પિંપરી ગામની જિલ્લા પરિષદ શાળાની મુલાકાત લીધી હતી. શાળાના પ્રિન્સિપાલ દારૂના નશામાં રહેતા હોવાનો આરોપ લગાવીને તેમણે સસ્પેન્શનની માગ કરી હતી. ગ્રામજનોના વિરોધ અને અનશન બાદ વહીવટીતંત્રે માગણીઓ સ્વીકારી નશાખોર પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે શાળામાં તાત્કાલિક 4 નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને બાળકો માટે બેન્ચની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં 'સ્કૂલ ઠીક કરો' કાર્યકર પર હુમલો

અભિજિત દીપકે જણાવ્યું હતું કે આ ઝુંબેશ સમગ્ર દેશમાં આગળ વધી રહી છે ત્યારે સરકાર શાળાઓની સાચી સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. અભિયાન અંતર્ગત અબ્દુલ ઉર્ફે શેખ અબ્દુલ હફીઝ (રિક) પશ્ચિમ બંગાળની શાળાઓના નિરીક્ષણ માટે ગયા હતા. 13 ઑગસ્ટના રોજ ઇન્દાસના કરીસુંડા પશ્ચિમપાડા પ્રાથમિક શાળાની તપાસ કર્યા બાદ તેમના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન બચાવ કરવા આવેલા રિકના પિતા શેખ મોહમ્મદ મફીક ઈજાગ્રસ્ત થયા હતા અને બાદમાં હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

પોલીસની સ્પષ્ટતા અને 8 આરોપીઓની ધરપકડ

આ ઘટના અંગે પશ્ચિમ બંગાળ અને બાંકુરા પોલીસે 'X' પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે મફીકનું મૃત્યુ હુમલાને કારણે નહીં પરંતુ બ્લડ પ્રેશરમાં ભારે ઉતાર-ચઢાવને કારણે બર્ધમાન મેડિકલ કૉલેજમાં થયું હતું. હુમલાથી મૃત્યુ થયાની વાત તથ્યહીન અફવા છે. જોકે પોલીસે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી તેમને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. ફરાર 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે અને રિકના ઘર પર પોલીસ સુરક્ષા ગોઠવી દેવાઈ છે.

તમામ રાજ્યોમાં અભિયાન ચાલુ રાખવાનો સંકલ્પ

અભિજિત દીપકે ભારપૂર્વક જણાવ્યું છે કે શાળાઓની વાસ્તવિકતા છુપાવવાથી અસલિયત બદલાવાની નથી. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના છતાં તેમનું આંદોલન અટકશે નહીં. જ્યાં સુધી દેશની તમામ શાળાઓની સ્થિતિ સુધરશે નહીં અને શિક્ષણનું સ્તર ઉત્કૃષ્ટ નહીં બને, ત્યાં સુધી 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દરેક રાજ્યમાં સતત ચાલુ રહેશે.