VIDEO : સહારનપુરમાં ભયાનક અકસ્માત : બે નીલગાય બાઈકને અથડાયા બાદ કાર પર પડી, ત્રણને યુવકને ઈજા

Accident in Saharanpur, Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેની ગમખ્વાર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજ મુજબ, આ અકસ્માતની શરૂઆત ત્યારે થઈ જ્યારે બે નીલગાયો રસ્તા પર દોડીને અચાનક એક બાઈક સાથે અથડાઈ હતી.
નીલગાયો બાઈક સાથે જોરદાર અથડાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, સહારનપુરના એક વ્યસ્ત માર્ગ પર આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બે નીલગાયો પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એક બાઇક સાથે જોરદાર અથડાઈ હતી. આ ટક્કરથી બાઈક સવાર યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.
બાઈક સાથે અથડાયા બાદ નીલગાય કાર પર પડતા હવામાં ફંગોળાઈ
બાઈકને અથડાયા બાદ, બેમાંથી એક નીલગાય હવામાં ઊંચે ઉછળી હતી અને તે જ સમયે સામેથી આવી રહેલી એક કારના કાચ પર ધડામ કરતી જોરદાર રીતે પટકાઈ હતી. આ દૃશ્ય એટલું ભયાનક હતું કે નીલગાય હવામાં ફંગોળાઈને કાર પર પડી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ અને કાચ તૂટી ગયા હતા, જ્યારે એક નીલગાયનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
ઘટનાના CCTV ફૂટેજ વાયરલ
આ ગમખ્વાર ટક્કરના કારણે બાઇક સવાર સહિત કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં સામેલ વાહનોને પણ મોટું નુકસાન થયું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી

