અભિષેક બેનર્જીએ જ મમતાને હરાવવાની યોજના બનાવી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોલકાતા: વિધાનસભામાં વિપક્ષનાં નેતા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો છે કે ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન મમતા બેનર્જીને હરાવવાની યોજના પક્ષનાં રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીનાં નિર્દેશ પર તેમના કાર્યાલયમાં બનાવવામાં આવી હતી.
એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે આ સંબધમાં પુરતા પુરાવા છે અને જરૂર પડવા પર તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. આ દાવો તાજેતરનાં રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ઋતબ્રતે દાવો કર્યો છે કે આ યોજના હેઠળ સંબધિત વિસ્તારોમાં પક્ષનાં એજન્ટોને રોકવા અને મહત્ત્વપૂર્ણ કાર્યકરોને નિષ્ક્રિય કરવા જેવા પગલા ભરવામાં આવ્યા હતાં. તેમના જણાવ્યા અનુસાર આ યોજનાનો ઉદ્દેશ મમતા બેનર્જીને હરાવીને સંગઠન અને સરકાર પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો હતો.
તેમણે એ પણ દાવો કર્યો છે કે તેમની પાસે યોજનામાં સામેલ ૧૪ નામોની યાદી પણ છે. જો કે રિપોર્ટમાં સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી. આ ટિપ્પણી અંગે અભિષેક બેનર્જીએ અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૬ની ચૂંટણીમાં મમતા બેનર્જીમાં ભવાનીપુરમાં મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતાં. ચૂંટણી પરિણામ પછી મમતાની તરફથી મતદાન પ્રક્રિયામાં અનિયમિતતાનાં આરોપ મૂકવામાં આવ્યા હતાં. ઋતબ્રતનાં વર્તમાન દાવા પછી આ આરોપો અને તેમના દ્વારા બતાવવામાં આવેલ ઘટનાક્રમની વચ્ચે સંબધ અંગે પ્રશ્રો ઉભા થઇ રહ્યાં છે. જો કે બંને ઘટનાઓની વચ્ચે સીધા સંબધની સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી.




