'વોટ ચોરી થાય છે, MLA તૂટે છે છતાં કેમ લડો છો?', કોકરોચ જનતા પાર્ટીની વિપક્ષને ચૂંટણીનો બહિષ્કાર કરવા અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhijeet Dipke Slams Opposition Over Rigged Elections Fixed Match Analogy | કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ વિપક્ષી પક્ષોની ભૂમિકા સામે આકરા પ્રહારો કર્યા છે. દીપકેએ શુક્રવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપક્ષને માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે, અને આ જ ડરના કારણે તેઓ જાણીજોઈને ગોટાળાવાળી ચૂંટણીઓમાં ભાગ લઈ રહ્યા છે.
વિપક્ષ ચૂંટણીનો બહિષ્કરે કરે: દીપકે
અભિજિત દીપકેએ કહ્યું કે, ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ રહી છે. પરંતુ જ્યારે તમે ગેરરીતિવાળી ચૂંટણીઓમાં સતત ભાગ લેતા રહો છો, ત્યારે તમે વાસ્તવમાં આ ચૂંટણીઓને માન્યતા આપો છો. તમે એ ભ્રમ જાળવી રાખવામાં મદદ કરી રહ્યા છો કે આ ચૂંટણીઓ એકદમ નિષ્પક્ષ રીતે થઈ રહી છે. કદાચ તમે એટલા માટે ચૂંટણી લડી રહ્યા છો કારણ કે તમને ડર છે કે જો તમે આમ નહીં કરો, તો તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. જ્યારે ખુલ્લેઆમ વોટ ચોરી થઈ રહ્યા છે, તમારા ધારાસભ્યો અને સાંસદો તોડવામાં આવી રહ્યા છે અને તમારી આખી પાર્ટીઓના ભાગલા પડી રહ્યા છે, ત્યારે તમે કેવા પ્રકારનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? આ કંઈ રાજકીય અસ્તિત્વ બચાવવું નથી. તમે માત્ર એવી સિસ્ટમનો હિસ્સો બની રહેવા માંગો છો જે તમને જ સતત નબળા કરી રહી છે. આ રીતે તમે ક્યાં સુધી ટકી શકશો?
ફિક્સ્ડ મેચની જેમ જ જાણીજોઇને અમુક ચૂંટણીમાં વિપક્ષની જીત બતાવવામાં આવે છે: દીપકે
દીપકેએ વધુમાં કહ્યું કે, વિપક્ષે પોતાની રાજકીય ચિંતા છોડીને સ્પષ્ટ વલણ લેવું પડશે. જ્યારે ખબર જ છે કે રમત પક્ષપાતી છે, ત્યારે તે રમતમાં ભાગીદાર બનીને તેને માન્યતા આપવાનું બંધ કરવું જોઈએ. પોતાના હિતો કરતાં પહેલાં દેશ અને લોકશાહી વિશે વિચારીને આવી ચૂંટણીઓનો સીધો બહિષ્કાર કરવો જોઈએ. જેવી રીતે કોઈ ફિક્સ્ડ મેચમાં દરેક કેચ છોડવામાં નથી આવતો, કેટલાક કેચ પકડવામાં પણ આવે છે અને મુકાબલાને જાણીજોઈને છેલ્લી ઓવર સુધી લઈ જવામાં આવે છે જેથી લોકોને લાગે કે આ એક રોમાંચક અને નજીકની ટક્કર હતી. બરાબર એ જ રીતે તમે અમુક જૂજ જગ્યાઓ પર ચૂંટણી જીતી જાઓ છો. આનાથી સામાન્ય લોકોને એવો ભરોસો અપાવવામાં આવે છે કે આ ખરેખર એક સાચો અને નિષ્પક્ષ મુકાબલો હતો.




