Get The App

એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
એર ઈન્ડિયા પ્લેન ક્રેશના રિપોર્ટને અંગે આવી નવી અપડેટ, ઉડ્ડયન મંત્રીએ આપ્યું નિવેદન 1 - image


Air India Plane Crash: ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ શુક્રવારે કહ્યું કે, અમદાવાદમાં ગયા મહિને થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસ રિપોર્ટ ખૂબ જ જલ્દી આવી જશે. તેમણે કહ્યું કે, મંત્રાલયે આ અંગે તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરી રહી છે. 

આ પણ વાંચો: ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક... 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર

એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI 171) 12 જૂનના રોજ લંડનના ગેટવિક જવા માટે અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ વિમાન મેડિકલ હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં કુલ 260 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો.

મંત્રી નાયડૂને જ્યારે પૂછવામાં આવ્યું કે આ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ ક્યારે આવવાની શક્યતા છે, ત્યારે તેના જવાબમાં નાયડુએ કહ્યું, 'ખૂબ જ ટૂંક સમયમાં... AAIB તેના પર કામ કરી રહ્યું છે. તે તેમની જવાબદારી છે, તેમને તેમનું કામ કરવા દો.' તેમણે એમ પણ કહ્યું કે, મંત્રાલય એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે, તપાસ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને જવાબદાર હોય.

આ પણ વાંચો: VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ના નિયમો અનુસાર, AAIB કોઈપણ વિમાન અકસ્માતનો પ્રાથમિક રિપોર્ટ 30 દિવસની અંદર સોપી શકે છે. આ પહેલી વાર હતું જ્યારે બોઇંગ 787 ડ્રીમલાઇનર જેવા વિશ્વના સૌથી વધુ વેચાતા મોટા આકારના વિમાનને સંપૂર્ણપણે નુકસાન થયું હતું અને અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી. 26 જૂને, મંત્રાલયે આ અકસ્માત પર સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યો હતો.

Tags :