India

આધાર કાર્ડના જનક નંદન નિલેકણી પણ SIR માં ફસાયા, યાદીમાં નામમાં ગરબડ, નોટિસ મળવાની તૈયારી

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકમાં વોટર લિસ્ટના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)માં ગરબડ સામે આવી છે. PM મોદીના વિશ્વાસુ અને આધાર કાર્ડના જનક નંદન નિલેકણી સહિત તેમના પરિવારના 4 સભ્યોના નામ SIR યાદીમાં સામેલ છે. તેમને નોટિસ મળી શકે છે. આ યાદીમાં 4.46 કરોડ મતદારોમાંથી 43.81 લાખ લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર કાર્ડના જનક નંદન નિલેકણી પણ SIR માં ફસાયા, યાદીમાં નામમાં ગરબડ, નોટિસ મળવાની તૈયારી

Nandan Nilekani SIR News: ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનો SIR વિવાદ હજુ શમ્યો નથી. પંજાબના વોટર લિસ્ટમાંથી રાઘવ ચઢ્ઢાનું નામ હટી જવાથી રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે એક SIR કાંડે હલચલ મચાવી દીધી છે. હવે પીએમ મોદીના વિશ્વાસુ નંદન નિલેકણીનું નામ જ SIRની ગરબડ વાળી લિસ્ટમાં સામેલ છે. કર્ણાટકમાં વોટર લિસ્ટના 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR) દરમિયાન બહાર આવેલી યાદીમાં નંદન નીલેકણિ અને તેમના પરિવારજનોના નામો સામેલ કરવામાં આવ્યા છે.

નંદન નીલેકણિને મળશે નોટિસ

આ યાદીમાં 71 વર્ષીય નંદન નીલેકણિ, તેમના પત્ની રોહિણી (67 વર્ષ), પુત્રી જાનહ્વી (38 વર્ષ) અને પુત્ર નિહાર (36 વર્ષ)ના નામ સામેલ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ દરમિયાન તેમને નોટિસ પાઠવવામાં આવી શકે છે. એક અહેવાલ પ્રમાણે આ તમામના નામ સામે ‘Unmapped with last SIR’ લખવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય છે કે વર્ષ 2002ના વોટર લિસ્ટમાં તેમના નામ નથી મળ્યા.

નંદન નીલેકણિએ શું કરવું પડશે?

વાસ્તવમાં નંદન નીલેકણિ પરિવારનું નામ BTM લેઆઉટ મતવિસ્તારના ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં છે. તેઓ કોરમંગલાના થર્ડ બ્લોકમાં આવેલી રેડ્ડી જનસંઘ હાઈસ્કૂલમાં મતદાન કરે છે. ફાઈનલ વોટર લિસ્ટ 27 ઓક્ટોબરે જારી કરવામાં આવશે. જેમાં નામ યથાવત રાખવા માટે તેમણે ચૂંટણી પંચ દ્વારા માન્ય 11 ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવો પડશે.

નંદન નીલેકણિએ 2014માં લોકસભા ચૂંટણી લડી હતી

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે નંદન નીલેકણિએ 2014માં બેંગલુરુ સાઉથ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર સામે તેમનો 2.28 લાખ મતોથી પરાજય થયો હતો. તેમને ભારતમાં આધાર કાર્ડના જનક પણ કહેવામાં આવે છે. તેઓ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના સ્થાપક અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલના સમયે UIDAI જ આધાર કાર્ડ સાથે જોડાયેલી સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરતી સંસ્થા છે.

વૈજ્ઞાનિક CNR રાવ અને પદ્મશ્રી વિજેતા હરેકલા હજબ્બાનું નામ પણ સામેલ

ચૂંટણી પંચની SIR ગરબડવાળી યાદીમાં જાણીતા વૈજ્ઞાનિક અને ભારત રત્નથી સન્માનિત પ્રો. સી.એન.આર. રાવ તથા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હરેકલા હજબ્બાનું નામ પણ સામેલ છે. પ્રો. રાવનું નામ 2002ની યાદી સાથે ન મળવાને કારણે માર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ બેંગલુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર મહેશ્વર રાવે જણાવ્યું કે તેમને કોઈ નોટિસ મોકલવામાં આવી નથી અને તેમના બૂથ-લેવલ ઓફિસરે આખરી યાદીમાં તેમનો સમાવેશ કરવાની ભલામણ કરી છે. બીજી તરફ હજબ્બાને તેમના નામના મિસમેચના કારણે નોટિસ મળી છે. ડ્રાફ્ટ લિસ્ટમાં સામેલ 4.46 કરોડ વોટર્સમાંથી 43.81 લાખ લોકોને નોટિસ મોકલવામાં આવી છે. તેમણે 22 ઓક્ટોબર સુધીમાં બૂથ લેવલ ઓફિસર્સ પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે.