Get The App

હવેથી વાહનો એકબીજા સાથે વાતચીત કરી શકશે, માર્ગ સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
હવેથી વાહનો એકબીજા સાથે વાતચીત કરી શકશે, માર્ગ સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 1 - image


- સરકારે વ્હીકલ ટુ વ્હીકલને સ્પેક્ટ્રમ મુક્ત કર્યું

- ડ્રાઈવરને એક્સિડેન્ટ, ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિમ જામ જેવા અનેક જોખમો અંગેનું એલર્ટ આસાનીથી મળશે  

Road Safety News : ભારત સરકારે કનેક્ટેડ વ્હીકલ્સ અને સ્માર્ટ મોબિલીટી ઈકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે વ્હીકલ ટુ વ્હીકલ અને વ્હીકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્મ્યુનિકેશન માટે જરૂરી સ્પેક્ટ્રમને લાઈસન્સ ફ્રી બનાવી દીધું છે. આ નિર્ણયથી એક્સિડેન્ટ, ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક જામ અને અન્ય જોમખોની અગાઉથી જાણકારી આપતી એડવાન્સ્ડ રોડ સેફ્ટી ટેકનોલોજીનો અમલ સરળ બનશે.  

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં 5.875થી 5.905 ગીગા હ્ટ્સ વચ્ચેના 30 એમએચ સ્પેક્ટ્રમનો એક ભાગ વ્હીકલ કમ્યુનિકેશન માટે ફાળવવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ ઉપયોગમાં લેવાતા ઓન-બોર્ડ યુનિટ્સને લાઈસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પહેલા કેન્દ્ર સરકારે ટ્રાન્સપોર્ટ મંત્રાલય, ઓટોમોટિવ રિસર્ચ એસો. ઓફ ઈન્ડિયા, SIAM, સેલ્યુલર ઓપરેટર્સ એસો. ઓફ ઈન્ડિયા અને ડોટના પ્રતિનિધિઓની ટાસ્ક ફોર્સની રચના કરી હતી.  ઓટો એક્સપર્ટ્સના મતે, આ નિર્ણય કનેક્ટેડ વ્હીકસ ટેકનોલોજી અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં મુંબઈ -દિલ્હી એક્સપ્રેસવે સહિત કેટલાક હાઈવે પર વી૨એક્સ ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ ટેકનોલોજીના ઉપયોગથી અકસ્માતોમાં ઘટાડો થઈ શકશે અને સેફ અને સ્માર્ટ હાઈવે તરફ આગળ વધી શકાશે. 

વીટુએક્સ ટેકનોલોજી શું છે ? 

વીટુએક્સ એટલે કે, વ્હીકલ ટુ એવરિથિંગ ટેકનોલોજીના બે મુખ્ય ભાગ છે. વ્હીકલ ટુ વ્હીકલ અને વ્હીકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ટચર. જેમાં, વીટુવી દ્વારા વ્હીકલ્સ એકબીજા સાથે સ્પીડ, ડિરેક્શન, બ્રેકિંગ અને રોડની પરિસ્થિતિ અંગે રિયલ-ટાઈમ માહિતી શેર કરી શકે છે. જ્યારે, વીટુઆઈ ટેકનોલોજીમાં વ્હીકલ્સ ટ્રાફિક સિગ્નલ્સ, ટોલ બુથ, રોડસાઈડ યુનિટ્સ અને અન્ય સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાઈ શકે છે. આ ટેકનોલોજીની મદદથી ડ્રાઈવરને તેની નજરની બહાર રહેલા જોખમો વિશે અગાઉથી એલર્ટ મળી શકે છે. તેમાં, ઈમરજન્સી બ્રેક એલર્ટ્સ, આગળ એક્સિડન્ટની માહિતી, પાછળ આવતા હાઈ-સ્પીડ વ્હીકલ્સની એલર્ટ અને હેઝર્ડ નોટિફિકેશન સામેલ છે.