India

રાહુલ ગાંધી સાથે બોટમાં કોણ છે આ મહિલા અને બાળક? ગિરિરાજ સિંહની પોસ્ટ બાદ કોંગ્રેસે આપ્યો જવાબ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
રાહુલ ગાંધીની એક મહિલા અને બાળક સાથે બોટમાં બેઠેલી તસવીર વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે 'X' પર તસવીર શેર કરી સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે આ તસવીર અમેરિકાના ટેક્સાસમાં લેવાયેલી છે અને તેમાં દેખાતી મહિલા-બાળક રાહુલ ગાંધીના મિત્રના પત્ની-પુત્ર છે. ભાજપે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અને તેના ખર્ચ અંગે સવાલો ઉઠાવી આકરા પ્રહારો કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધી સાથે બોટમાં કોણ છે આ મહિલા અને બાળક? ગિરિરાજ સિંહની પોસ્ટ બાદ કોંગ્રેસે આપ્યો જવાબ

Rahul Gandhi Viral Boat Photo: વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક મહિલા અને બાળકની સાથે હોડીમાં(બોટમાં) બેઠેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે 'X'પર આ તસવીર શેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે આ તસવીર ક્યાંની છે, ક્યારે લેવામાં આવી છે અને સાથે રહેલા લોકો કોણ છે. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોને લઈને ભાજપ અગાઉ પણ તેમના પર સતત પ્રહારો કરતું આવ્યું છે. ત્યારે આ તસવીર સામે આવ્યા બાદ બંને પક્ષો વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

image.png

કોંગ્રેસે ચિત્ર સ્પષ્ટ કર્યું: 'મિત્રના પત્ની અને બાળક છે'

તસવીરને લઈને ઊભી થયેલી ઉત્સુકતા વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરી છે કે વાયરલ ફોટોમાં દેખાતી મહિલા અને બાળક રાહુલ ગાંધીના મિત્રના પત્ની અને પુત્ર છે. તેઓ ફેમિલી વેકેશન પર સાથે હતા અને ફોટોમાં મિત્ર હાજર નથી. સુપ્રિયા શ્રીનેતે ગિરીરાજ સિંહ પર તીખો પ્રહાર કરતાં કહ્યું કે, 'તમારી નજર અને વિચારસરણી વિકૃત છે, જે માત્ર પુરુષ અને સ્ત્રીને સાથે જોઈને ખરાબ વિચારો જ લાવે છે. તમારી હતાશાને તમારા પર હાવી થવા ન દો.'

image.png

વાઇરલ તસવીરનું લોકેશન: ટેક્સાસના લેક રે રોબર્ટ્સની ઘટના

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)ના સોશિયલ મીડિયા ઇનચાર્જ અવિ દાંડિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે આ તસવીર અમેરિકાના ટેક્સાસ સ્થિત 'લેક રે રોબર્ટ્સ' (Lake Ray Roberts) પર લેવામાં આવી હતી. આ સિવાય યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પણ કેન્દ્રીય મંત્રી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ ઉંમરે આટલી બધી ઉત્સુકતા સારી નથી, કોઈ સારા ડૉક્ટરની સલાહ લો.

ભાજપે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર ઉઠાવ્યા ગંભીર સવાલો

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભાજપે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયાએ સવાલ ઉઠાવ્યા હતા કે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો રહસ્યમય રહે છે. તેઓ ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા અને તેમના પ્રવાસનો ખર્ચ કોણે ઉપાડ્યો હતો તે દેશની જનતાને જાણવાનો હક છે. ભાજપ નેતા અમિત સાટમે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી વિદેશી દેશોમાં ભારત વિરોધી તત્ત્વોને મળે છે.

આવક અને પ્રવાસના ખર્ચ અંગે ભાજપના આરોપો

ભાજપે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ લંડન, ન્યૂયોર્ક, ઇટાલી, દુબઈ સહિત અનેક વિદેશી પ્રવાસો કર્યા છે, જેનો અંદાજિત ખર્ચ કરોડો રૂપિયા થાય છે. ભાજપના મતે, રાહુલ ગાંધીની જાહેર કરાયેલી આવક અને તેમના પ્રવાસોના ખર્ચ વચ્ચે મોટો તફાવત છે, જે એક મોટું ફંડિંગ કૌભાંડ હોઈ શકે છે. આ ઉપરાંત સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યા વિના વિદેશ પ્રવાસ કરવા બદલ પણ ભાજપે તેમના પર નિશાન સાધ્યું છે.