India

‘વોટ ગયો એટલે હક ગયો’: સરકારી યોજનાઓ માટે વોટર આઇડી ફરજિયાત કરવા મુદ્દે રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

By GS Team
6 Nov 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંચાયતી રાજ યોજનાના લાભાર્થીઓની ઓળખ માટે આધારને બદલે વોટર આઇડી (EPIC) કાર્ડનો ઉપયોગ કરવાના નિર્ણયને તેમણે મોટું 'ષડયંત્ર' ગણાવ્યું. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે, આ જાહેરાત 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દ્વારા મતદારયાદીમાંથી નામો દૂર કરવાના મોટા પ્રયાસનો એક ભાગ છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સાથે મિલીભગતનો ગંભીર આક્ષેપ પણ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘વોટ ગયો એટલે હક ગયો’: સરકારી યોજનાઓ માટે વોટર આઇડી ફરજિયાત કરવા મુદ્દે રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
IMAGE - IANS

Rahul Gandhi attack Modi govt: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બારામતી અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલ્લન સિંહ) દ્વારા પંચાયતી રાજ મંત્રાલય હેઠળની યોજનાઓના લાભાર્થીઓની ઓળખ માટે આધાર કાર્ડને બદલે વોટર ID(EPIC) કાર્ડનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને મોટું 'ષડયંત્ર' ગણાવતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે સરકારી યોજનાઓના લાભોને વોટર ID સાથે જોડવાથી સામાન્ય જનતાના હક અને સરકારી યોજનાઓની પહોંચ જોખમમાં મૂકાઈ શકે છે.

'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દ્વારા નામો હટાવવાનો આક્ષેપ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 'આ જાહેરાત 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દ્વારા મતદારયાદીમાંથી નામો દૂર કરવાના મોટા પ્રયાસનો એક ભાગ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કવાયત હેઠળ લાખો લોકોના નામો કમી કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જેઓ ભાજપ સરકારથી નારાજ છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમજ જેમના નામો કાઢી નાખવામાં આવશે - તેમનો મત જશે અને મત જશે તો તેમના અધિકારો પણ જશે.'

ચૂંટણી પંચ અને સરકારની મિલીભગતનો દાવો

રાહુલ ગાંધીએ ભારતીય ચૂંટણી પંચ (ECI) પર ભાજપ સાથે મિલીભગત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતાં કહ્યું કે, 'ચૂંટણી યાદીઓ હવે કોઈ નિષ્પક્ષ સંસ્થા દ્વારા સંચાલિત નથી થઈ રહી. રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે એવી મતદારયાદી તૈયાર કરવામાં આવી રહી છે જ્યાં ભાજપની જ બહુમતી રહે અને તે જ યાદી હવે નક્કી કરશે કે નાગરિકોને યોજનાઓનો લાભ મળશે કે નહીં.'

રાશન, પેન્શન અને મનરેગાના લાભો અટકવાની ભીતિ

રાહુલ ગાંધીએ વધુમાં આશંકા વ્યક્ત કરી હતી કે પંચાયતી રાજ યોજનાઓ પછી આગામી સમયમાં રાશન, પેન્શન, મનરેગા મજૂરી, આવાસ સહાય, શિષ્યવૃત્તિ અને અનામત માટે પણ ચૂંટણી કાર્ડ ફરજિયાત કરવામાં આવી શકે છે. મત આપવો એ નાગરિકનો અધિકાર છે, કોઈ શરત નથી અને ગરીબ વ્યક્તિનું પેન્શન તેના ચૂંટણી કાર્ડના ગુલામ બનાવી શકાય નહીં.'

મંત્રીની જાહેરાત અને યોજનાઓ પર સવાલો

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે જાહેરાત કરી હતી કે પંચાયતી રાજ મંત્રાલયની યોજનાઓ હેઠળ નાણાકીય સહાય અને કલ્યાણકારી લાભો મેળવવા માટે લાભાર્થીઓએ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) નંબર આપવો પડશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવું પડશે. જોકે, આ જાહેરાતથી અનેક સવાલો ઊભા થયા છે કારણ કે પંચાયતી રાજ મંત્રાલય સીધા વ્યક્તિગત લાભાર્થીઓને ચૂકવણી કરતી યોજનાઓ ચલાવતું નથી, જ્યારે પીએમ-કિસાન, ગ્રામીણ આવાસ અને સામાજિક સુરક્ષા પેન્શન જેવી યોજનાઓમાં હાલમાં આધાર કાર્ડનો જ ઉપયોગ થાય છે.