India

MP ગજબ છે...! હવે કન્યાદાન યોજનામાં જ કૌભાંડ, 5900થી વધુ ફેક મેરેજ બતાવી 30 કરોડનું ફૂલેકું ફેરવ્યું

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશમાં 'મુખ્યમંત્રી કન્યાદાન યોજના'માં ₹30.18 કરોડના કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. વિદેશા જિલ્લામાં 5,923 બોગસ લગ્ન દર્શાવી થયેલા ફ્રોડ મામલે, સિરોંજ જનપદ પંચાયતના તત્કાલીન CEO શોભિત ત્રિપાઠી અને સહયોગી હેમંત સાહૂની ₹5.37 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. કોરોના લોકડાઉન દરમિયાન પણ બોગસ ખાતાઓમાં કરોડો જમા કરી ઉપાડી લેવાયા હતા. EOWની FIR બાદ EDએ તપાસ કરી શોભિતની ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

MP ગજબ છે...! હવે કન્યાદાન યોજનામાં જ કૌભાંડ, 5900થી વધુ ફેક મેરેજ બતાવી 30 કરોડનું ફૂલેકું ફેરવ્યું

Mukhyamantri Kanyadan Yojana Fraud: મધ્ય પ્રદેશમાં ગરીબ અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની દીકરીઓના લગ્ન માટે ચલાવવામાં આવતી 'મુખ્યમંત્રી કન્યાદાન યોજના'માં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના વિદેશા જિલ્લામાં થયેલા આશરે ₹30.18 કરોડના કૌભાંડ મામલે EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિરોંજ જનપદ પંચાયતના તત્કાલીન CEO શોભિત ત્રિપાઠી અને તેમના સહયોગી હેમંત સાહૂની ₹5.37 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

કોરોના લોકડાઉનમાં 5,923 બોગસ લગ્ન દર્શાવી આચર્યું ફ્રોડ

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સિરોંજ જનપદ પંચાયતના તત્કાલીન CEO શોભિત ત્રિપાઠીએ વર્ષ 2019થી નવેમ્બર 2021 દરમિયાન અન્ય લોકો સાથે મળીને 5,923 બોગસ લગ્ન દર્શાવ્યા હતા. રાજ્ય સરકારની આ યોજના હેઠળ નોંધાયેલા ગરીબ શ્રમિકોની દીકરીઓના લગ્ન માટે ₹51,000ની આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ કૌભાંડમાં અપાત્ર લોકોના નામે બોગસ અરજીઓ અને દસ્તાવેજો તૈયાર કરીને બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે કોરોના લોકડાઉન દરમિયાન જ્યારે જાહેર લગ્નપ્રસંગો પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, ત્યારે પણ આ બોગસ ખાતાઓમાં યોજનાના કરોડો રૂપિયા જમા કરાવીને રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી.

EOWની FIRના આધારે EDની કાર્યવાહી

આ સમગ્ર કૌભાંડ અંગે ભોપાલના આર્થિક અપરાધ વિંગ (EOW) ખાતે એફઆઈઆર નોંધાઈ હતી, જેના આધારે EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ મામલે EDએ લગભગ બે મહિના પહેલા એટલે કે 2 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્ય આરોપી શોભિત ત્રિપાઠીની ધરપકડ કરી હતી. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.