India

'ટેક્સ અમે આપીએ છીએ..', બોલવાવાળી Gen-Z યુવતીને લોકોએ કરાવ્યું ભાન, જવાનોના વીડિયો થયા વાયરલ

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
લદાખમાં 'Gen-Z' યુવતીના વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. યુવતીએ સુરક્ષાકર્મીઓ સામે ટેક્સના પૈસાથી પગાર મળતો હોવાનો દાવો કર્યો, જેના પર ઉમર અબ્દુલ્લાએ પણ ટિપ્પણી કરી. આ ઘટના બાદ ભારતીય સેનાના સમર્પણના વીડિયો વાઇરલ થયા, જેમાં જવાનો વરસાદમાં ટ્રાફિક નિયંત્રિત કરતા અને ખરાબ હવામાનમાં મદદ કરતા દેખાયા. ભૂતપૂર્વ સૈનિકોએ 'પગાર'થી મોટી દેશસેવાની ભાવના વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટેક્સ અમે આપીએ છીએ..', બોલવાવાળી Gen-Z યુવતીને લોકોએ કરાવ્યું ભાન, જવાનોના વીડિયો થયા વાયરલ

Ladakh Viral Video: લદાખમાં સુરક્ષાબળો સાથે જોડાયેલા એક વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. વીડિયોમાં એક યુવતી પોતાની જાતને 'Gen-Z' ગણાવીને જવાનો સામે વિરોધ નોંધાવતી અને ટેક્સના પૈસાથી પગાર મળતો હોવાનો દાવો કરતી જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ આકરો તંજ કસતા સવાલ ઉઠાવ્યો હતો કે શું આજકાલ 'Gen-Z' હોવાનું બહાનુ બતાવવું એ જૂના સમયના 'તુ જાનતા નહીં મેરા બાપ કૌન હૈ' જેવું બની ગયું છે? યુવતીએ બાદમાં માફી પણ માગી લીધી હતી, પરંતુ આ મુદ્દે ઇન્ટરનેટ પર ચર્ચા હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહી.

સુરક્ષાકર્મીઓના સંયમ અને કામગીરીની પ્રશંસા

વાયરલ વીડિયોમાં યુવતીના આક્રમક વલણ સામે પણ સ્થાનિક સુરક્ષાકર્મીઓએ ખૂબ જ શાંતિ અને સંયમથી સ્થિતિ સંભાળી હતી. આ વિવાદ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર ભારતીય સેના અને દેશના જવાનોના સમર્પણને દર્શાવતા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં મુશળધાર વરસાદમાં પણ ટ્રાફિક નિયંત્રિત કરતા અને ખરાબ હવામાનમાં લોકોની મદદ કરતા જવાનો જોવા મળે છે. નેટીઝન્સ અને પૂર્વ સૈનિકોનું કહેવું છે કે કડકડતી ઠંડી, વરસાદ અને સરહદ પર જીવના જોખમે ડ્યુટી કરતા જવાનોની નિષ્ઠા અને કુરબાનીને માત્ર 'પગાર' કે 'નોકરી'ના દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ.

સમર્પણના વાયરલ વીડિયો: વિષમ પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા જવાનો

આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતીય સેના અને સુરક્ષાબળોના સમર્પણને દર્શાવતા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જવાન મુશળધાર વરસાદમાં ભીંજાઈને પણ ટ્રાફિક નિયંત્રિત કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું હતું કે આ સાચા હીરો છે, જેમને પોતાની દેશભક્તિ સાબિત કરવા માટે કેમેરા કે તાળીઓની જરૂર નથી હોતી. એ જ રીતે ઉત્તર સિક્કિમના લાચેનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ખરાબ હવામાન વચ્ચે એક સુરક્ષા અધિકારી લોકોને રસ્તાની માહિતી આપી રહ્યા છે અને એક જવાબદારી પૂર્વક નાગરિક તેમના પર છત્રી રાખીને ઊભો છે.

'પગાર કરતા દેશસેવા મોટી': ભૂતપૂર્વ સૈનિકોના ભાવુક અનુભવો

ચર્ચા દરમિયાન કેટલાક ભૂતપૂર્વ સૈનિકોએ પણ પોતાના કડવા અને ભાવુક અનુભવો શેર કર્યા છે. વર્ષ 2002માં સંસદ પર થયેલા હુમલા સમયની સ્થિતિ યાદ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, જ્યારે બોર્ડર પર આમને-સામનેની સ્થિતિ હોય અને મગજમાં એ વિચાર આવવા લાગે કે જો કાલે કંઈક થઈ ગયું તો મારો મૃતદેહ ઘરે કેવી રીતે પહોંચશે, ત્યારે 'પગાર' શબ્દ ખૂબ નાનો બની જાય છે. સુરક્ષાકર્મીઓની કુરબાની અને વિષમ સ્થિતિઓને સમજ્યા વગર તેમના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.