India

ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ગેરકાયદે એપ દ્વારા ટોલ વસૂલી, દેશભરમાં EDના દરોડા

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
દેશભરના 100 જેટલા નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર FASTag વગરના વાહનો પાસેથી ગેરકાયદે ટોલ વસૂલી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. ED દ્વારા તપાસમાં ખુલાસો થયો કે, 'માબડાટા' અને 'એની' નામની ગેરકાયદે એપથી ખોટી રસીદો આપી NHAI સિસ્ટમથી પૈસા છુપાવવામાં આવતા હતા. યુપી, રાજસ્થાન સહિત 14 સ્થળોએ દરોડા પાડી ₹1.03 કરોડ રોકડા જપ્ત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ગેરકાયદે એપ દ્વારા ટોલ વસૂલી, દેશભરમાં EDના દરોડા
IMAGE - IANS

Fake Toll App Scam: દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો પર FASTag વગર મુસાફરી કરતા વાહનચાલકો પાસેથી ગેરકાયદે રીતે ટોલ ટેક્સ વસૂલવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. એનડીઆરએફ કે સરકારી ચોપડે નોંધાયા વિના, લગભગ 100 જેટલા નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર બે ગેરકાયદે એપ દ્વારા કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ગેરકાયદે એપ બનાવીને સરકારી ચોપડે રકમ છુપાવી

ઈડીના દાવો અનુસાર, જે વાહનો પર FASTag સ્ટિકર નહોતા તેમની પાસેથી નાણાં ઉઘરાવવા માટે 'માબડાટા' અને 'એની' નામના બે ગેરકાયદે એપ તૈયાર કરવામાં આવ્યા હતા. આ એપના માધ્યમથી વાહનચાલકોને આબેહૂબ નકલી રસીદો બનાવી આપવામાં આવતી હતી. આ રીતે વસૂલાયેલા નાણાંની જાણકારી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ની સત્તાવાર સિસ્ટમથી છુપાવી દેવામાં આવતી હતી. આ સિસ્ટમ પર નજર રાખવા માટે કૌભાંડીઓ અલગથી પોર્ટલ પણ ચલાવી રહ્યા હતા, જેના કારણે સરકારને કરોડો રૂપિયાના મહેસૂલનું મોટું નુકસાન થયું છે.

દેશભરમાં 14 જગ્યાઓ પર EDના દરોડા

આ ગંભીર મામલાની તપાસ માટે EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને NCR સહિત દેશભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તલાશી અભિયાન દરમિયાન ઈડીને આશરે ₹1.03 કરોડ રોકડા, હિસાબી ચોપડા, બેન્ક દસ્તાવેજો અને ડિજિટલ સાધનો મળી આવ્યા હતા, જેને જપ્ત કરી લેવાયા છે. આ સાથે જ આ કૌભાંડ સાથે જોડાયેલા 8 બેન્ક ખાતાઓને પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

પોલીસ એફઆઈઆર બાદ ઈડીએ હાથ ધરી તપાસ

આ સમગ્ર મામલાની શરૂઆત ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRથી થઈ હતી. મિર્ઝાપુરના 'અતરેલા શિવ ગુલામ ટોલ પ્લાઝા' તેમજ દેશના અન્ય કેટલાક ટોલ પ્લાઝા પર મોટા પાયે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાની ફરિયાદ સામે આવી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેરકાયદે એપ દ્વારા થતી વસૂલાતમાં વચેટિયાઓ અને NHAI દ્વારા ટોલ એકત્રિત કરવા માટે નિયુક્ત કરેલીમાં આવેલી ખાનગી કંપનીઓની સીધી ભગીદારી અને ભૂમિકા રહેલી છે.