દિલ્હીમાં AAPને વધુ એક ઝટકો, પ્રિયંકા કક્કડ બાદ વધુ એક નેતાએ છેડો ફાડી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Neelam Yadav Joins Congress: આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. 'આપ'ના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય નીલમ યાદવે પાર્ટી છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. આ અગાઉ 'આપ'ના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડ પણ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.
'આપ'એ કાર્યકર્તાઓથી મોં ફેરવી લીધું છે: નીલમ યાદવ
કોંગ્રેસમાં સામેલ થયા બાદ નીલમ યાદવે જણાવ્યું હતું કે, 'આજે દેશને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની જરૂરિયાત છે, કારણ કે હંમેશાં લોકશાહીને મજબૂત કરવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે. મેં ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીને 12 વર્ષ આપ્યા છે, પરંતુ 'આપ'નું શીર્ષ નેતૃત્વ પોતાના કાર્યકર્તાઓથી તદ્દન દૂર છે, જેના કારણે પક્ષના લોકો પોતાને ઠગાયેલા અનુભવી રહ્યા છે.' તેમણે દેશના બંધારણ અને લોકશાહીની રક્ષા માટે નાગરિકોને કોંગ્રેસ સાથે જોડાવા અપીલ કરી હતી.
અગાઉ પ્રિયંકા કક્કડે પણ છોડી હતી પાર્ટી
નીલમ યાદવ અગાઉ 'આપ'ના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડ પણ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. કોંગ્રેસમાં પ્રવેશ કરતી વખતે તેમણે પણ લોકશાહી બચાવવા માટે રાહુલ ગાંધીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસની વિચારધારાને સમર્થન આપ્યું હતું.




