For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 96,970 કેસ, વધુ 1979નાં મોત

- દેશમાં કોરોનાના કુલ કેસ 59 લાખ નજીક, મૃત્યુઆંક 93,303

- દેશમાં કોરોનાની તપાસ માટે 7 કરોડથી વધુ ટેસ્ટ થયા, ભારતની અસરકાર સ્વાસ્થ્ય સુવિધાને પગલે મૃત્યુદર નીચો રહ્યો : હર્ષવર્ધન

Updated: Sep 25th, 2020

Article Content Image

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

ભારતમાં કોરોનાની સિૃથતિ અત્યંત વિકટ બની રહી છે. દેશમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી એક દિવસમાં કોરોનાના 95 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના 96,970 કેસ નોંધાયા હતા જ્યારે 98313 દર્દીઓ સાજા થયા છે તેમજ 1979 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, જે સંભવત: એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો મૃત્યુઆંક છે.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 58,95,202 થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 93,303 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 58,34,677 દર્દીઓ સાજા થયા છે તેમ પીટીઆઈની રાજ્યવારટેલીમાં જણાવાયું હતું.   

દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 13ને પાર થયા હતા જ્યારે મૃત્યુઆંક 34,761 થયો હતો. મહારાષ્ટ્રને વિશ્વના દેશોની સાથે સરખાવવામાં આવે તો મહારાષ્ટ્રનું સૃથાન કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં બ્રાઝિલ પછી ચોથા ક્રમે આવી શકે.

વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસના સંદર્ભમાં ટોચના પાંચ દેશોમાં અમેરિકા (72 લાખ), ભારત (58.95 લાખ), બ્રાઝિલ (46.59 લાખ), રશિયા (11.36 લાખ) અને કોલંબિયા (7.90 લાખ)નો સમાવેશ થાય છે.મૃત્યુઆંકના સંદર્ભમાં પણ મહારાષ્ટ્રનું સૃથાન વિશ્વની યાદીમાં ઈટાલી પછી સાતમા ક્રમે આવી શકે.

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ પાંચ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશ (6.61 લાખ), તમિલનાડુ (5.69 લાખ), કર્ણાટક (5.57 લાખ) અને ઉત્તર પ્રદેશ (3.84 લાખ)નો સમાવેશ થાય છે.

ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે 24 કલાકમાં વિક્રમી 14,92,409 ટેસ્ટ થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ સાત કરોડ ટેસ્ટ થયા છે અને રાષ્ટ્રીય પોઝિટિવિટી રેટ 8.44 ટકા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, આજે પ્રતિ 10 લાખ વ્યક્તિએ 49,948 ટેસ્ટ થયા છે. ભારતની દૈનિક ટેસ્ટની ક્ષમતામાં અસાધારણ વધારો થયો છે, જે દેશમાં ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો દર્શાવે છે.

બીજીબાજુ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનસિંહે જણાવ્યું હતું કે, દેશમાં 50 લાખથી વધુની વસતી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે, પરંતુ ભારતની અસરકારક સ્વાસ્થ્ય સુવિધાઓએ કોરોનાના નિદાન અને અસરકારક સારવાર પૂરી પાડતાં ભારતમાં મૃત્યુદર વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઘણો નીચો રાખી શકાયો છે જ્યારે કોરોનાનો રિકવરી રેટ ઘણો ઊંચો રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે કોરોનાના નવા કેસ કરતાં રિકવર દર્દીઓની સંખ્યા વધી છે.

Gujarat