કેરલમમાં ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં કાર ઘૂસી જતાં તમિલનાડુના 8 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Keralam Accident | કેરલમથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ત્રિશૂર જિલ્લામાં શુક્રવારે મોડી રાતે તમિલનાડુના એન્જિનિયરિંગ ભણતાં 8 વિદ્યાર્થીઓ એક ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટી ગયા.
ઊભી ટ્રકમાં કાર ઘૂસી : પોલીસ
અકસ્માતની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે અકસ્માત સર્જાયો ત્યારે ટ્રક તો ઊભી જ હતી. પરંતુ કાર તેમાં આવીને ઘૂસી ગઇ હતી જેના કારણે ધડાકાભેર ટક્કર થઇ હતી અને 8 વિદ્યાર્થીઓને મોતને ભેટી ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને પણ બચાવી શકાયો નહોતો.
મૃતકોમાં તમામ વિદ્યાર્થી
રાતે 11:40 વાગ્યે કેપમંગલમ વિસ્તારમાં આવેલા પનમ્બિકુનુમાં આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 8 વિદ્યાર્થીઓ ગુરુવાયુરથી કોડુંગલ્લુર જઇ રહ્યા હતા તે સમયે જ ઊભી ટ્રકમાં કારની જોરદાર ટક્કર થઇ હતી. મૃત્યુ પામનારા તમામ વિદ્યાર્થી તમિલનાડુના ડિંડીગુલમાં આવેલી એક એન્જિનિયર કોલેજમાં ભણતા હતા. કારનું રજિસ્ટ્રેશન તમિલનાડુના મદુરૈનું હતું.




